અમદાવાદઃ ભારત સરકારે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોને રાતોરાત બંધ કરી દેતા સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. લોકોની આ મુશ્કેલીઓને સમજતા અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો સાથે ઘર્ષણ ના થાય તે હેતુથી પોલીસ નાગરિકો પર મહેરબાન થઇ છે.
2/2
હાલમાં લોકો પાસે 100 રૂપિયાની પુરતી નોટ હોવાના કારણે પરેશાન છે. અમદાવાદ ટ્રાફિકે પોતાના આદેશમાં જણાવ્યુ હતું કે, આગામી 2 દિવસ સુધી ટ્રાફિક નિયમોના ભંગ કરનારા લોકોનો મેમો ફાડવો નહીં પણ તેમને ટ્રાફિકના નિયમો સમજાવી જવા દેવા. જોકે, પોલીસના મતે ગંભીર પ્રકારના ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પણ કોર્ટનો મેમો આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.