અમદાવાદઃ આફ્રિકન કંટ્રી ઝામ્બિયાથી અમદાવાદ ભણવા આવેલી એક 20 વર્ષીય યુવતીએ પોતાના રૂમમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મુલેયાએ પ્રેમપ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ યુવતીને ઝામ્બિયાના જ એક સુગર નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ યુવક સાથેની વોટ્સએપ ચેટ પોલીસને મળી આવી છે. આ ચેટ પરથી જાણવા મળ્યું હતું કે, આપઘાત પહેલા મુલેયા અને સુગર વચ્ચે વાતચીત થઈ હતી.
2/8
3/8
4/8
5/8
આગળની સ્લાઇડ્સમાં જુઓ બંને વચ્ચે શું થઈ હતી વાતચીત
6/8
મુલેયાએ સુગરને લખ્યું છે કે, તારુ જીવન ધાર્મિક છે, અને હું તારા અને ભગવાનની વચ્ચે આવું છું. 8 મહિના પહેલાં મને તારી જોડે સમય પસાર કરવો, તારી સાથે પ્રાર્થના કરવી ગમતી હતી. મને ખબર છે તું મારી સાથે વાત કરવા નથી માંગતો એટલે તું જવાબ નહીં આપે તો ચાલશે. મેં તને પ્રેમ કર્યો હતો અને હજુ પણ કરું છું.
7/8
યુવતીના વોટ્સએપ ચેટ તપાસતાં મુલેયા અને સુગર વચ્ચે ટીવાયબીએમાં પેપર ખરાબ જવાની વાત, મુલેયાના ડીપી એટલે કે પ્રોફાઇલ પિક્ચર અને બોયફ્રેન્ડની ધાર્મિક વૃત્તિ મુદ્દે વાતચીત સામે આવી હતી.
8/8
મુલેયાએ આપઘાત પહેલાં સુગરને વોટ્સએપ પર પોતાનો છેલ્લો ફોટો મોકલ્યો હતો. આ પછી તેણે આપઘાત કરી લીધો હતો. પોલીસે યુવતીના મોબાઇલની તપાસ કરતાં વોટ્સએપ ચેટ મળી આવ્યા હતા. આ ચેટ ચેક કરતાં મુલેયાએ વોટ્સએપ પર મુકેલા DPને લઈને બંને વચ્ચે લાંબી રકઝક થાય છે. જોકે, યુવતીએ ડીપી તરીકે શું મૂક્યું હતું, તે જાણી શકાયું નથી.