શોધખોળ કરો
મનીગ્રામ દ્ધારા ‘દિવાળી 2016 કેમ્પેઇન’ લોન્ચ, એક્ટ્રેસ કિયારા અડવાણી રહી હાજર
1/4

અભિનેત્રી કિયારા અડવાણીએ કહ્યું હતું કે આ કેમ્પેઇન તેમજ મનીગ્રામ સાથે જોડાવા મળ્યું હોવાનો મને આનંદ છે. દિવાળી કેમ્પેઇન ‘રીસીવ એન્ડ વિન’ એ એક આવકારદાયક પગલું છે. જેના દ્વારા ગ્રાહકોને મોટા અને આકર્ષક ઈનામો જીતવાની તક મળશે. દિવાળી એ ઉજવણીની મોસમ છે અને આ કેમ્પેઇન તેમની ઉજવણીનો આનંદ વધારે છે. મનીગ્રામનું દિવાળી-2016 કેમ્પેઇન ઉત્તરપ્રદેશ, બિહાર અને ગુજરાત સહિત બીજા ત્રણ રાજ્યોમાં પણ લોન્ચ કરવાની યોજના છે. આ કેમ્પેઇન વિશેની વધુ જાણકારી મનીગ્રામ ડોટ કોમ પરથી મળી રહેશે.
2/4

આ કેમ્પેઇન વિશે વાત કરતા શેષગિરી(સુકેશ) માલિવાહે જણાવ્યું હતું કે રામાદાન અને ઓણમ કેમ્પેઇનમાં અમને મળેલી સફળતા પછી ગુજરાતમાં આ નવું ઉત્સાહજનક પગલું ભરતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ કેમ્પેઇન સાથે અમારા વફાદાર ગ્રાહકો સુધી પહોંચીને દિવાળીના તહેવાર દરમિયાન તેમના ચહેરા પર સ્મિત ફરકાવવાનો અમારો હેતુ છે.
Published at : 05 Oct 2016 05:51 PM (IST)
View More





















