બુક સ્ટોલ સંચાલકે જણાવ્યું હતું કે, હું છેલ્લા 20 વર્ષથી બાપુનો સાધક છું અને હાલ આશ્રમમાં જ રહું છું. અમે આ પહેલાં પણ આસારામની બુક્સના સ્ટોલ લગાવ્યા હતાં. અમે 1000થી વણ વધુ પુસ્તકો વહેંચ્યા છે. બે બુક સ્ટોલ માટે અમે 28 હજાર રૂપિયા ભર્યા છે.
2/4
આસારામનો સ્ટોલ પ્રવેશ દ્વારની બિલકુલ સામે જ આવેલો છે. એએમસી હેલ્પ ડેસ્ક સ્ટોલની પાસે છે. સ્ટોલની બાજુમાં આસારામના મોટા ફોટા મૂકવામાં આવ્યા છે. આસારામના ભાષણોની ક્લિપ ચાલે છે.
3/4
નિયમ પ્રમાણે જે નામથી રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે જ નામનું બોર્ડ લગાડવાનું હોય છે. રજિસ્ટ્રેશન નિરજ પાઠકના નામથી કરવામાં આવ્યું છે પરંતુ સ્ટોલ આસારામના સાધક રાઘવ યાદવ ચલાવે છે.
4/4
અમદાવાદ: બળાત્કારના કેસમાં કોર્ટે દોષિત ઠેરવેલા આસારામનો સ્ટોલ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ચાલતા ‘નેશનલ બુક ફેર’માં શરૂ થતાં વિવાદ સર્જાયો છે. મુલાકાતીઓ આસારામનો સ્ટોલ જોઈ અચરજ પામી ગયા છે. આસારામના સાધકોએ સ્ટોલનું રજિસ્ટ્રેશન સત સાહિત્ય સેવા કેન્દ્ર નામથી કરાવ્યું હતું પરંતુ બુક ફેરમાં સ્ટોલ નંબર 137 અને 138 પર આસારામ સત સાહિત્ય મંદિરનું બોર્ડ મુકવામાં આવ્યું છે.