સગીરાનુ ચાર મહિના પહેલા અપહરણ થયાની ફરિયાદ બી.ડીવીજન પોલીસ મથકમાં નોંધાવાઇ હતી. સગીરા મારના નિશાન સાથે મળી આવ્યા પછી તાત્કાલિક સર ટી.હોસ્પીટલમા ખસેડાય હતી. મેડિકલ રિપોર્ટમા સગીરા પર ગેંગરેપ થયાનું સામે આવ્યું છે. પોલીસે 14 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. તેમજ એક મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. તેમજ અન્ય આરોપીઓ પણ ટૂંકમાં પકડાઇ જશે તેમ પોલીસ કહી રહી છે.
2/5
ભાવનગરઃ શહેરમાંથી સગીરાઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવાનું રેકેટ સામે આવ્યું છે. ધોરણ-9માં ભણતી સગીરાએ પોતાની આપવીતી પોલીસને કહેતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. હાલ આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા પાંચ લોકોની ધરપકડ કરી પોલીસે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ રિમાન્ડમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતા છે.
3/5
સગીરાએ વધુ બે સગીરાઓ પણ આ ગેંગમાં ફસાયેલી હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતાના નિવેદનમાં આ રેકટની મુખ્ય સૂત્રધાર રેખા સહિત અનેક લોકો હોવાનુ જણાવ્યું હતું. પોલીસે રેખા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે અન્ય શખ્સોની ધરપકડ માટે પણ કવાયત તેજ કરી છે.
4/5
પીડિતાએ પોલીસને એવું પણ નિવેદન આપ્યું હતું કે, આ ગેંગ દ્વારા તળાજાના પીપરલાના નિરવ નામના યુવક સાથે ત્રણ લાખમાં સોદો કરાયો હતો અને તેની સાથે પરાણે લગ્ન કરાવી દેવાયા હતા. જોકે, અમુક રકમ બાકી હોઈ આ ગેંગ સાથે નિરવને બોલાચાલી થઈ હતી. એટલું જ નહીં, પૈસાની વસૂલી માટે ગેંગ દ્વારા તેને કોર્લ ગર્લ તરીકે અલગ અલગ જગ્યાએ બે-ત્રણ કલાક માટે મોકલાતી હતી.
5/5
ભાવનગરના ચૌદનાળા વિસ્તારમાંથી ગુરુવારે રાતે બેભાન હાલતમાં મળી આવેલી સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, તે ચૌદનાળા વિસ્તારમાં માતા અને દાદી સાથે રહે છે અને ધોરણ નવમાં અભ્યાસ કરે છે. પોતાને ગ્રાહકો પાસે અર્ધ બેભાન હાલતમાં મોકલાતી હતી. રીક્ષામાં જુદી જુદી જગ્યાએ લઈ જવાતી હતી અને પછી તેને પરત લઈ આવતાં હતા.