શોધખોળ કરો
બીટકોઈન કેસમાં CID ક્રાઈમે કિરીટ પાલડિયાની કરી ધરપકડ, જાણો વિગત

1/5

પરંતુ છેલ્લા પાંચ દિવસથી કિરીટ પાટડિયાની જે પૂછપરછ કરવામાં આવી રહી હતી. તેમા મહત્વપૂર્ણ પૂરાવાઓ હાથ લાગ્યા હતાં. તેમાં કિરીટ પાટડિયાની સક્રિય ભૂમિકા પણ હાથ લાગી હતી. આ સમગ્ર મામલે આજે બપોરે સીઆઇડી ક્રાઇમ દ્વારા સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવી શકે છે.
2/5

સીઆઇડી ક્રાઈમનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, 200 બિટકોઈન ટ્રાન્સફર કરવાનો જે મામલો હતો તે કોના વોલેટમાંથી કોના વોલેટમાં ટ્રાન્સફર કરાયા તે અંગેની કોઈ કડી હજુ સુધી મળી નથી.
3/5

આ સમગ્ર મામલે શૈલેષ ભટ્ટ ફરિયાદી છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જે સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું છે તે કિરીટ પાટડિયાના ઈશારે જ કરવામાં આવ્યું હતું અને કિરીટ પાટડિયા જ સૌથી મોટો સૂત્રધાર છે. કિરીટ પાટડિયાએ શૈલેષ ભટ્ટનાં પાર્ટનર હતા અને તેણે ભટ્ટ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેનો ગુનાહીત ઈતિહાસ છે.
4/5

બિટકોઇન મામલે અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે જેમાં અમરેલીનાં ડીએસપી જગદીશ પટેલનો પણ સમાવેશ થયો છે. ઝડપાયેલા અમરેલીના એસપી જગદીશ પટેલને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો હતો.
5/5

અમદાવાદ: 12 કરોડના બિટકોઈન અને પાંચ કરોડ રોકડા પડાવી લેવાનાં કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાંચ દ્વારા કિરીટ પાલડિયાની આખરે ધરકપકડ કરવામાં આવી છે. બિટકોઈન તોડ પ્રકરણમાં સીઆઈડી દ્વારા અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Published at : 04 May 2018 01:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
રાજકોટ
Advertisement
