ફરિયાદમાં આપેલી માહિતી મુજબ આપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. જેનો આરોપ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે ધમકી આપીને રૂ. 12 કરોડના બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, સાથે જ અનંત પેટેલે રૂ. 50 કરોડની માગણી કરી હતી. આંગડિયા પેઢી મારફતે રૂ. 32 કરોડ મગાવાનું કહેતા શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો. જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી.
2/5
સુરતમાં બાંધકામની સાથે બિટકોઇનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઇન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી 5 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલો અહીં અટક્યો ન હતો. ગત 11 ફેબ્રુ.એ એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું.
3/5
બીટકોઈન કેસનો મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ હજુ પણ ફરાર છે. જેને શોધવા સીઆઈડી ક્રાઈમ તમામ પ્રયાસો કરી રહી છે. શૈલેષ ભટ્ટે પોતાની ફરિયાદમાં નલિન કોટડીયાનું નામ નોંધાવ્યું હતું.
4/5
મુંબઈના ધુલિયાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. બીટકોઈન કેસમાં સહઆરોપી નલિન કોટડીયાની પૂછપરછ માટે સીઆઈડી ક્રાઈમ અમદાવાદ લાવશે. ઉલ્લેખનીય છે કે નલિન કોટડીયા છેલ્લા ઘણાં સમયથી ફરાર હતાં. જેના માટે નલિન કોટડીયાને ભાગેડુ પણ જાહેર કરાયા હતાં.
5/5
અમદાવાદ: બહુચર્ચિત બીટકોઇન કેસમાં છેલ્લા ઘણાં સમયથી ફરાર અને CIDથી ભાગી રહેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની આજે પોલીસે ધરપકડ કરી લીધી છે. નલિન કોટડીયાની ધુલિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન બીટકોઈન કેસમાં ઘણાં રહસ્યો ખુલે તેવી શક્યતા છે. જ્યારે બીટકોઈન કેસનો મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ હજુ ફરાર છે.