શોધખોળ કરો
યુપીમાં ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ બનાવ્યાના એક અઠવાડિયામં જ ઝડફિયાનું પત્તું કપાયું ? જાણો શું થયો ફેરફાર ?
1/4

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટેની તૈયારીના ભાગરૂપે ભાજપે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી ઈન્ચાર્જ નિમવામાં આવ્યા છે. આ કવાયતના બીજા તબક્કામાં ભાજપે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને ઉત્તર પ્રદેશના ચૂંટણી ઈન્ચાર્જ નિમતાં આશ્ચર્ય સર્જાયું છે.
2/4

ઝડફિયાને ઉત્તર પ્રદેશના ચૂંટણી ઈન્ચાર્જ બનાવવાની જાહેરાત થઈ એ વાતને અઠવાડિયું પણ નથી થયું ત્યારે અચાનક જ ભાજપના વલણમાં આવેલા ફેરફારના કારણે ભાજપમાં પણ આશ્ચર્ય છે. ઝડફિયાની ભૂમિકા શું હશે તે વિશે ભાજપ દ્વારા સ્પષ્ટતા કરાય તો જ ચિત્ર સ્પષ્ટ થશે.
Published at : 07 Jan 2019 10:29 AM (IST)
View More





















