ભાજપ પાસે સરળ રસ્તો કોંગ્રેસ, જેડીએસ, અન્ય પક્ષો વગેરેના મળીને 8 ધારાસભ્યો તોડવાના બદલે એકલા જેડીએસના 13 ધારાસભ્યો તોડવાનો છે. જેડીએસના ત્રીજા ભાગના ધારાસભ્યો તૂટે તો એ પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ના ઠરે. આ ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન પણ કરી શકે ને ભાજપની બહુમતી થઈ જાય.
2/6
જો કે ભાજપ કોંગ્રેસ અને જેડીએસના 8 ધારાસભ્યો તોડે પણ એ ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન ના કરી શકે. પક્ષાંતર વિરોધી કાયદાના કારણે ભાજપની તરફેણમાં મતદાન કરનારા ધારાસભ્યોના મત આપોઆપ રદ ઠરે તેથી ભાજપે તેમને વિશ્વાસના મત વખતે ગેરહાજર રાખવા પડે.
3/6
ભાજપ જો કોંગ્રેસ-જેડીએસના 7 ધારાસભ્યો તોડે તો કોંગ્રેસ-જેડીએસની સભ્યસંખ્યા 107 થાય. ભાજપે બહુમતી સાબિત કરવા માટે એક વધારે એટલે કે 8 ધારાસભ્યો તોડવા પડે તો જ તે વિધાનસભામાં બહુમતિ સાબિત કરી શકે. આમ કુલ મળીને ભાજપે 11 ધારાસભ્યોને તોડવા પડે.
4/6
અત્યારે જે સ્થિતી છે એ પ્રમાણે ભાજપ પાસે 104, જેડીએસ પાસે 37 અને કોંગ્રેસ પાસે 78 ધારાસભ્યો છે. આ ઉપરાંત એક અપક્ષ, એક બહુજન સમાજ પાર્ટી અને એક કર્ણાટક પ્રજ્ઞાવંથ જનતા પાર્ટી (કેપીજેપી)નો ધારાસભ્ય છે. અન્ય પક્ષોના ત્રણેય ધારાસભ્યો ભાજપને ટેકો આપો તો ભાજપના સભ્યોની સંખ્યા 107 થાય.
5/6
રાજ્યપાલ વજુભાઈ વાળા ભાજપના નેતા હતા તેથી તે ભાજપને સરકાર રચવા નિમંત્રણ આપે તેવી શક્યતા છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી એ સંજોગોમાં ભાજપે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવા પડે એવી સ્થિતી છે. અત્યારનાં સમીકરણ પ્રમાણે ભાજપે કુલ મળીને ઓછામાં ઓછા 12 ધારાસભ્યોને તોડવા પડે તેમ છે.
6/6
અમદાવાદઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળી તેના પગલે રાજકીય મડાગાંઠ સર્જાઈ છે. ભાજપ અને જેડીએસ-કોંગ્રેસ બંનેએ પોતાની પાસે વધારે ધારાસભ્યોનો ટેકો છે તેવો દાવો કરીને સરકાર રચવા પોતાને નિમંત્રણ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.