શોધખોળ કરો
કોંગ્રેસ પછી ભાજપ પણ બદલશે પ્રદેશ પ્રમુખ? વાઘાણીના બદલે ક્યા મિનિસ્ટર બની શકે પ્રદેશ પ્રમુખ, જાણો વિગત
1/6

જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ પદે માંડ દોઢ વર્ષ થયું છે અને આટલા ઓછા સમયમાં પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે તેવી કદાચ પહેલી ઘટના ભાજપમાં જોવા મળશે. કોંગ્રેસના સારા દેખાવ છતાં પણ ત્યાં પ્રદેશ પ્રમુખ બદલાયા અને ભાજપના નબળા દેખાવ છતાં પણ પ્રદેશ પ્રમુખ બદલાતા નથી એવું મ્હેણું ભાંગવા પણ સંગઠન સ્તરે ભાજપમાં ફેરફાર જરૂરી બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
2/6

આમ પણ આ પર્વ શરૂ થાય તો એમાં ત્રણેક માસ જેટલો સમય જાય તેમ છે અને એ પછી લોકસભાની ચૂંટણીની તૈયારી માટે સમય ઓછો રહે છે, તેથી આ વખતે સંગઠન પર્વ મોકૂફ રાખવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે નવા પ્રદેશ પ્રમુખ પછી સંગઠન સ્તરે પણ થોડો ઘણો ફેરફાર કરવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Published at : 09 Apr 2018 10:13 AM (IST)
Tags :
Gujarat BjpView More























