31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ન્યૂ યર દરમિયાન દારૂની રેલમછેલ ન થાય તેવું આયોજન કર્યું હોવાનું સીએમ રૂપાણીએ જણાવ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, 31મી ડિસેમ્બરનાં રોજ લોકો દારૂની મહેફિલોનું આયોજન કરે છે જેને રોકવા પોલીસને કડક સૂચના આપવામાં આવી છે.
2/3
ગાંધીનગર: 31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને લોકો નવા વર્ષની ઉજવણી કરવાનાં મૂડમાં છે ત્યારે ગુજરાતમાં દારૂ અને અન્ય નશીલા પદાર્થોથી લોકો દૂર રહેવા માટે ગુજરાત પોલીસ સતર્ક થઈ ગઈ છે. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધી છે માટે કેસ થઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે અમે બુટલેગરો અને દારૂ પીનારાઓને ઝડપી રહ્યા છીએ.
3/3
સીએમ વિજય રૂપાણીએ લોકરક્ષક પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. ડાંગ અકસ્માતને લઈને પણ સીએમે કહ્યું હતું કે, હું સુરતમાં જઈને હોસ્પિટલમાં બાળકોનાં પરિવારને મળ્યો હતો. ડાંગ અકસ્માતની ઘટનામાં ઊંડી તપાસ કરવામાં આવશે. પરમીટ વગર બસ, ડ્રાઈવરની કામગીરી અને સંચાલકોની બેદરકારી અંગે તપાસ કરવામાં આવશે. જે જવાબદાર છે તેની સામે કડક કાર્યવાહીની સુચના આપવામાં આવી છે.