નલિયામાં 7 ડિગ્રી, ડીસાનું 7.2 ડિગ્રી, અમદાવાદમાં 9.1 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તેમજ મહત્તમ તાપમાન સરેરાશ 28થી 30 ડિગ્રી રહેતુ હોય છે જેની સામે પારો ગગડતાં 23.5 ડિગ્રી નોંધાયું હતું.
2/4
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં શીત લહેર યથાવત રહેશે. દિવસ દરમિયાન ફૂંકાતા કાતિલ પવનના લીધે અમદાવાદીઓ સહિત ગુજરાતીઓ ઠુંઠવાયાં છે. રવિવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 9.1 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન પણ 23.5 ડિગ્રી નોંધાતા હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થયો હતો. કાતિલ પવન ફૂંકાતા રજાના દિવસે પણ લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું.
3/4
ગુજરાતમાં ફરી એકવાર આકરી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. લઘુત્તમ તાપમાનનો પારો તો ગગડ્યો હતો, પરંતુ મહત્તમ તાપમાન પણ નીચું ઉતરી જતાં ઠંડી વધુ અનુભવાઈ હતી. આગામી ત્રણ દિવસ સુધી હજુ ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વાર આગાહી જારી કરવામાં આવી છે.
4/4
અમદાવાદ: ઉત્તર ભારત અને કાશ્મીરમાં થયેલ હિમવર્ષાના લીધે રાજસ્થાનના ગિરી મથક માઉન્ટ આબુમાં ઠંડીનો વધારો થયો છે. રવિવારે આબુમાં લઘુત્તમ તાપમાનનો પારો શુન્ય ડિગ્રીએ પહોંચતા પર્યટકો અને સ્થાનિક ધ્રુજી ઉઠ્યાં હતા.