કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલ પણ આ બેઠકમાં હાજર રહેશે. આ બેઠક દરમિયાન રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસના નારાજ નેતાઓને મળે તેવી શક્યતા છે. અર્જૂન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, સાગર રાયકા, નરેશ રાવલ, તુષાર ચૌધરી સહિતના નેતા તેમને મળે તેવી શક્યતા છે.
2/3
હવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ આ નેતાઓને મળે તેવી શક્યતા છે. રાહુલ ગાંધીએ 9 જાન્યુઆરીએ દિલ્હીમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગેની વ્યૂહરચના ચર્ચાશે. આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો, AICC મહામંત્રી અને પ્રભારીઓ હાજર રહેશે.
3/3
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ કોંગ્રેસના નારાજ નેતાઓને મનાવી લેવા માટે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે. તેના ભાગરૂપે કોંગ્રેસના તમામ દિગ્ગજોની રવિવારે દિલ્હીમાં બેઠક મળી હતી.