શોધખોળ કરો
અમદાવાદઃ 40 વર્ષીય કોન્સ્ટેબલ PIની MBBSમાં ભણતી 24 વર્ષની પુત્રીના પ્રેમમાં પડ્યો, જાણો પછી શું થયું?
1/4

આ અંગેની વિગતો એવી છે કે, 40 વર્ષીય કોન્સ્ટેબલ અને પીઆઇ નારણપુરામાં આવેલી સોસાયટીમાં ઉપર-નીચેના માળે રહેતા હતા. પીઆઇના ઘરે કોન્સ્ટેબલની અવર-જવર રહેતી હોવાથી યુવતી તેના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. એટલું જ નહીં, આ પ્રેમસંબંધ આગળ વધતાં તેમણે લવ મેરેજ કરી લીધા હતા. બીજી તરફ પીઆઇ પિતાને દીકરીના આ લગ્ન મંજૂર ન હોવાથી તેમણે ધમકાવવાનું શરૂ કરતાં અત્યારે આ દંપતીએ પોલીસ રક્ષણ માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.
2/4

આ પ્રેમ પ્રકરણમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આ કોન્સ્ટેબલના અગાઉ લગ્ન થઈ ગયા છે અને તેણે પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધેલા છે. આ કેસમાં હાઇકોર્ટે સરદારનગર પોલીસને આદેશ કર્યો છે કે સમગ્ર મામલે યોગ્ય અને કાયદેસરના પગલાં લેવામાં આવે.
Published at : 08 Nov 2016 12:27 PM (IST)
View More





















