ક્રાઇમ બ્રાંચ સૂત્રો પ્રમાણે, પાકી બાતમીના આધારે અમલનેર રેલવે સ્ટેશનની રેલવે ઓફિસર્સ સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં આવી રહ્યાં છે, તે પૈકીના એક ક્વાર્ટરમાં નલિન કોટડિયા રોકાયા છે. જોકે આ ક્વાર્ટર્સમાં હાલ કોઈ રહી શકે તેમ પણ નથી. આથી સવારે સવારે આખી સાઈટને ઘેરી લેવામાં આવી હતી. સાઈટ લગભગ તૈયાર છે, ફિનિશીંગ કામ કરતા મજૂરોને પૂછ્યું હતું, સાહેબો ક્યા ફ્લેટમાં રોકાય છે? તેમણે જે બ્લોક બતાવ્યો તે બ્લોકમાં તપાસ શરૂ કરી દીધી હતી.
2/4
આ બિટકોઈન કૌભાંડમાં નલિન કોટડીયાને ભૂમિકા ભજવવા બદલ 66 લાખ રૂપિયા મળવાના હતા. જે પૈકી તેને 35 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે સીઆઈડી દ્વારા 25 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. આ મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
3/4
અમદાવાદઃ બિટકોઈન કૌભાંડ મામલે રવિવારના રોજ અમરેલીના ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોટડીયાની મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અમલનેર ગામેથી ધરપકડ કરી હતી. આજે કોર્ટ દ્વારા તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા
4/4
પહેલા માળના એક મકાનનો દરવાજો ખોલતા જ સામે નલિન કોટડિયા યોગ કરી રહ્યાં હતા. ટીમે તેમને પોલીસની ઓળખ આપતા નલિનભાઈએ કહ્યું, આવી ગયાં? અહીંયાનું સરનામું કોણે આપ્યું? જોકે, નલિન કોટડિયા હવે એક ભાગેડું આરોપી હોઈ પોલીસને તેમના સવાલનો જવાબ આપ્યા વગર જ તેમને ગાડીમાં બેસાડી મોડી સાંજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લાવવામાં આવ્યા હતા.