દલિતોની માંગણી છે કે ઉનાકાંડ બાદ દલિતો પર થયેલા કેસો પાછા ખેંચવામાં આવે, ભૂમિવિહિન દલિતોને પાંચ એકર જમીનની ફાળવણી કરવામાં આવે, કોન્ટ્રાક્ટ-ફિક્સ પગારપ્રથા બંધ કરવામાં આવે. તે સિવાય દલિતોને નોકરીઓ આપવાની પણ માંગણી કરવામાં આવી હતી.
2/3
આજે પાટીદારો ભાયાવદરમાં એક રેલી યોજી પાટીદાર આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરશે ત્યારે દલિતો પણ સરકાર સામેના આંદોલનને આગળ વધારે તેવી સંભાવના છે. આગામી 21 નવેમ્બરના રોજ મહેસાણામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્ધારા મૌન રેલીનું આયોજન કરવામા આવ્યું છે.
3/3
અમદાવાદઃ વડાપ્રધાન મોદી સરકાર દ્ધારા 1000 અને 500 પર મુકવામાં આવેલા પ્રતિબંધ બાદ સમગ્ર દેશના લોકો છૂટ્ટા પૈસાને કારણે પરેશાન છે. પ્રતિબંધ મુકાયાના 11 દિવસ બાદ હજુ પણ કોઇ સ્થળે સ્થિતિ સામાન્ય બની નથી. ગુજરાતમાં પણ લોકો બેન્કો આગળ લાઇન લગાવીને પરેશાન થઇ ગયા છે. જોકે, ગુજરાત સરકાર માટે હજુ પણ ખરાબ દિવસો આવે તેવી સંભાવના છે.