શોધખોળ કરો
અમદાવાદઃ FB ફ્રેન્ડને સરપ્રાઇઝ ગિફ્ટના બહાને બોલાવી અંકિતે બાંધ્યા સેક્સ સંબંધો
1/5

જોકે, ખૂશ્બુએ લગ્ન પછી સેક્સ સંબંધ બાંધવાનું જણાવ્યું હતું. પરંતુ લગ્ન કરવાનું નક્કી જ છે, તેમ કહી તેને સમજાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ પછી અંકિતે લગ્ન માટે કહેતા તે આ વાત ટાળતો હતો અને તેને દુબઇ લઈ જવાના સપના બતાવતો હતો. દરમિયાન ખૂશ્બુને ખબર પડી હતી કે, અંકિતે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા જ નથી. આ વાતની ખાતરી થતાં ખૂશ્બુ નારણપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને અંકિત પરીખ સામે બળાત્કાર, વિશ્વાસધાત તથા એટ્રોસિટીનો ગુનો દાખલ કરાવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
2/5

આ અંગેની મળતી વિગતો પ્રમાણે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી ખૂશ્બુ(નામ બદલ્યું છે)ને અમદાવાદના શેરબ્રોકર અંકિત પરીખની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. જે એક્સેપ્ટ કર્યા પછી તેમની વચ્ચે ચેટિંગ શરૂ થયું હતું. દરમિયાન અંકિતે ખૂશ્બુને જણાવ્યું હતું કે, તેના લગ્ન થયા હતા, પરંતુ તેના છૂટાછેડા થઈ ગયા છે. ચેટિંગ સમયે તે પત્ની શ્વેતા સાથે થયેલા ઝઘડાની વાત કરતો હતો.
Published at : 26 Sep 2016 04:12 PM (IST)
Tags :
Ahmedabad RapeView More





















