શોધખોળ કરો
અમદાવાદઃ વિદેશી યુવતીએ આપઘાત પહેલા બોયફ્રેન્ડને કર્યો મેસેજ, દોરી પકડીને લીધી સેલ્ફી
1/5

આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે મુલેયાના પરિવારને જાણ કરતાં તેનો પરિવાર અત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. નોંધનીય છે કે, ગુલૈયા 10-નિલિમા પાર્ક સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ભાડે રહે છે. ગુલૈયા સ્ટુડન્ટ વિઝા પર ભારત આવી છે અને સેન્ટ ઝેવિયર્સમાં T.Y.B.A માં અભ્યાસ કરે છે. તેને ટીવાયબીએમાં એટીકેટી આવી હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.
2/5

અમદાવાદઃ આફ્રિકાના ઝામ્બિયાથી સ્ટુડન્ટ વિઝા પર ભારત આવેલી અને અમદાવાદમાં રહીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદેશી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ સૂસાઇડ અંગે અનેક ચોંકવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સેન્ટ ઝેવિયર્સમાં T.Y.B.A.માં અભ્યાસ કરતી ઝામ્બિયાની મુલેયા ઝુકા સ્યાકાવુબા(ઉ.વ.20)એ પોતાના પોતાના રૂમમાં દોરી બાંધીને સૂસાઇડ કરી લીધી હતી. આ પહેલા તેણે પોતાના બોયફ્રેન્ડને મેસેજ પણ કર્યો હતો.
Published at : 25 Oct 2016 01:22 PM (IST)
Tags :
Ahmedabad SuicideView More




















