વાર્ષિક રૂપિયા ૨.૫૦ લાખથી વધુનો પગાર મેળવતા હંગામી કર્મચારીઓને પણ આ માહિતી આપવા આદેશ કરાયો છે. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થયા બાદ સરકારી કર્મચારીઓના ખાતામાં રોજબરોજ ટ્રાન્ઝેકશનો પર નજર રાખવા માટે આ પગલું ભરાયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના રિટર્નમાં તમામ આવક અને બચત દર્શાવવામાં આવતી નથી. આથી તમામ કર્મચારીઓએ ઓકટોબર-૨૦૧૬ સુધીની બચત અને રોકાણની માહિતી પણ આપવાનો આદેશ કરાયો છે.
2/4
અમદાવાદઃ હાલમાં સમગ્ર દેશમાં મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ મુકેલા પ્રતિબંધની જ ચર્ચા ચાલી રહી છે. કાળા નાણાને નાથવા માટે લેવામાં આવેલા આ પગલા બાદ અનેક કાળા બજારીયા પોતાના કાળા નાણાને વ્હાઇટ કરવામાં લાગી ગયા છે ત્યારે ગુજરાત સરકાર પણ જાગી છે. ઘણા સરકારી કર્મચારીઓ કાળા બજારિયાઓના નાણાં પોતાના ખાતામાં જમા કરાવીને વ્હાઈટ કરાવવામાં મદદ કરી રહ્યા હોવાની જાણ ગુજરાત સરકારને થતાં અચાનક હરકત આવી ગઇ છે.
3/4
તા. ૧૭મીને ગુરુવાર સુધીમાં માહિતી પૂરી નહીં પાડનારા કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. પરિપત્રમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે તા. ૧૭મી સુધીની નિયત સમયમર્યાદામાં માહિતી રજૂ ન કરનારા કર્મચારીઓને ફોર્મ-૧૬ આપવામાં નહીં આવે.
4/4
ગુજરાત સરકારે પોતાના તમામ કર્મચારીઓને ગુરૂવાર સુધીમાં પેન નંબર તથા બચત ખાતાઓની માહિતી આપવા આદેશ કર્યો છે જેના લીધે કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફળાટ વ્યાપી ગયો છે. રાજયના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને તમામ સરકારી વિભાગો તથા બોર્ડ-નિગમોના કર્મચારીઓએ આગામી તા. ૧૭મીને ગુરૂવાર સુધીમાં કર્મચારીઓના બચત ખાતા અને પાનકાર્ડની માહિતી આપવાની સૂચના આપી છે.