શુક્રવારે સાંજે 4 વાગ્યે જસ્ટિસ એમ.આર. શાહને કોર્ટ નં.1માં ફૂલ કોર્ટ ફેરવેલ આપવામાં આવશે. જે બાદ તેઓ પટના હાઇકોર્ટ ખાતે જશે. મોટી સંખ્યામાં વકીલો ફેરવેલમાં હાજર રહેશે.
2/5
કોઈપણ સમાજમાં નાગરિકોનો ખૂબ મોટો ફાળો રહેલો છે. તંત્રને સપોર્ટ કરો જેથી સોનામાં સુગંધ ભળે. અને મારું શહેર નંબર વન બને, સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને. સમયની કિંમત સમજો, કાયદાનું પાલન કરવાથી, ખાસ કરીને ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવાથી તમારો પોતાનો સમય બચશે જ પણ તમારા સાથીઓનો પણ સમય બચશે અને દેશ ખૂબજ પ્રગતિ કરશે’.
3/5
તેની સામે જસ્ટિસ એમ.આર.શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘અમદાવાદના જાગૃત લોકોને એક જ સંદેશ કે, દરેક જણ આ શહેરને મારું પોતાનું શહેર ગણે. જેટલા હકો માટે જાગૃત છે તેટલા જ તેની ફરજ પ્રત્યે પણ જાગૃત રહે. અને સંયુક્તરીતે પ્રયાસ કરીને અમદાવાદ શહેરને એક ટોચનું મહાનગર બનાવે. સ્વયં કાયદાનું પાલન કરે અને કરાવે.
4/5
જસ્ટિસ એમ.આર.શાહની વિશેષ મુલાકાત લઈને તેમના સુધી અખબારન વાંચકો અને શહેરીજનોની લાગણી પહોંચાડવામાં આવી હતી. અમદાવાદની હાલની સુખદ સ્થિતિ માટે તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
5/5
અમદાવાદ: જસ્ટિસ એમ.આર.શાહ દ્વારા ગુજરાતના જાણીતા અખબાર મારફત શહેરીજનોને સંદેશ આપ્યો છે કે, આપણા શહેરને નંબર-1 બનાવો અને તે માટે તમારા હક્કો પ્રત્યે જેટલા જાગૃત છો તેટલા જ તમારી ફરજો પ્રત્યે પણ જાગૃત રહો. તમે તંત્રને સહકાર આપો જેથી સોનામાં સુગંધ ભળે.