તેમણે કહ્યું કે, રેલવે મંત્રાલય અને લખનઉ મેટ્રોની ટીમ દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે. ટેસ્ટીંગની કામગીરી 18 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવશે. આ સિવાય ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલય ઓફ સેફ્ટી દ્વારા પણ તેની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ માર્ચ મહિનામાં મેટ્રોની શરૂઆત થઈ જશે.
2/4
મેટ્રોએ જણાવ્યું કે, એપરલ પાર્ક ડેપો ખાતે ટ્રાયલ અને અન્ય કામગીરી ચાલુ છે. બીજી ટ્રેન બુધવારે દક્ષિણ કોરિયાથી રવાના થઈ જશે. જે 7 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી પહોંચશે.
3/4
મળતી માહિતી મુજબ, મેટ્રો પ્રોજેક્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, મેટ્રો મેટ્રો ટ્રેનનો રેગ્યુલર રીતે માર્ચ મહિનાથી શરૂ થઈ જશે. માર્ચ મહિનાના પ્રથમ અઠવાડીયામાં એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ તરફ 6.5 કિમીના રૂટ પર પ્રથમ મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે.
4/4
અમદાવાદઃ અમદાવાદીઓ માટે ખુશખબર છે. મેટ્રો ટ્રેનનો માર્ચ મહિનામાં શરૂ થઈ જશે. ખુદ મેટ્રો પ્રોજેક્ટ દ્વારા આ મુદ્દે જાહેરાત કરવામાં આવી છે.