ઉદેપુરઃપાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે વધુ એક પત્ર લખ્યો છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા છે. તેમાં તેણે 2002ના રમખાણો નરેન્દ્ર મોદીએ જ કરાવ્યા તે બધા જાણતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં હાર્દિકે એવો પણ આક્ષેપ કર્યો કે, આ રમખાણોના કેસોમાં મોટા ભાગે પાટીદાર યુવાનોને સજા પડી. હાર્દિકે કહ્યું કે ‘મોદીજી તમે પટેલોની પીઠમાં છરો ભોંક્યો છે.
4/5
પત્રમાં હાર્દિકે ગોધરાકાંડ પછીના રમખાણોના જે કેસની સુપ્રીમ કોર્ટે દ્ધારા નિમાયેલી ખાસ સીટ અને ખાસ ડેઝિગ્નેટેડ કોર્ટમાં ટ્રાયલ ચાલેલી તેના ચુકાદા આધારીત કયા કેસમાં કેટલા પાટીદારોને કેટલી સજા થઈ તેની યાદી આપી છે.
5/5
હાર્દિકના દાવા પ્રમાણે સરદારપુરા કેસમાં 31, ઓડ-1 કેસમાં 9, ઓડ-2 કેસમાં 23, દિપડા દરવાજા, વીસનગર કેસમાં 22, નરોડા પાટિયા કેસમાં 6 અને મહેસાણા કેસમાં 11 પાટીદાર યુવકોને આજીવન કારાવાસની સજા થઈ છે.