પાસના કન્વિનર હાર્દિક પટેલે ફરી એકવાર ભાજપ પર પ્રહાર કર્યો છે. હાર્દિકે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે છતાં મરાઠા સમાજને ઓબીસીમાં અનામતનો લાભ આપ્યો છે. હાર્દિકના મતે મહારાષ્ટ્રમાં જે લાભ અપાયો તે ગુજરાતમાં નહીં આપીને ભાજપે પટેલ સમાજ સાથે મજાક કરી છે.
2/5
બંન્ને રાજ્યોમાં ભાજપની સરકાર છે છતાં અન્યાય કરવામાં આવ્યો છે કારણ કે ભાજપ જાણે છે કે ગુજરાતમાં સરકારી મશીનરીનો ઉપયોગ કરીને સત્તા જાળવી લઇશું. હાર્દિક પાટીદાર અને રાજ્યના લોકોને આ અંગે જાગૃત થવા પણ અપીલ કરી છે.
3/5
મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અપાયેલી અનામત અંગે હાર્દિકે કહ્યું કે, જો મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર મરાઠા સમાજને ઓબીસીનો લાભ આપી શકે તો ગુજરાતમાં કેમ નહીં.
4/5
મહારાષ્ટ્રમાં ભાજપ દ્ધારા મરાઠા સમાજના આંદોલનને લઇને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ટકા અનામત આપવાની ખાતરી અપાઇ છે. પાસે આરોપ લગાવ્યો હતો કે પાટીદાર સમાજ પર પોલીસ સર્જીકલ સ્ટ્રાઇક કરતી હોય તેમ પાટીદારોને ઉઠાવી જાય છે. ગાંધી ચિધ્યા માર્ગે કાર્યક્રમની મંજૂરી પણ અપાતી નથી.
5/5
પાટીદાર અનામત આંદોલન સમિતિએ રાજ્યપાલ કોહલીને આવેદનપત્ર આપીને ભાજપ સરકાર દ્ધારા પોલીસ તંત્રનો પાટીદાર આંદોલનકારીઓ પર થઇ રહેલા દુરુપયોગ અટકાવવા માંગણી કરી હતી.