મેસેજના અંતમાં અપીલ કરાઈ છે કે પાટીદાર યુવાનો ધ્યાન રાખે કે પોતાની માતાનું ધાવણ લાજે નહીં. સન્માન સમારોહને સફળ બનાવવા પાટીદાર અભિવાદન સમિતિએ એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે આ મેસેજથી ગરમાવો આવી ગયો છે.
2/5
હાર્દિકે લખ્યું છે કે પોતાની ચાર ફાઈલો પાસ કરાવવા માટે મહેશ અને મુકેશ સમાજને વેચવા નીકળ્યા છે. તેથી આવા લોકોને પાટીદારોએ પાવર બતાવવો પડે. સુરતના યુવાનો, માતા-બહેનો જનરલ ડાયરને ઓકાત દેખાડે તે સમય આવી ગયો છે.
3/5
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં અમિત શાહને જનરલ ડાયર સાથે સરખાવી હાર્દિકે આ કાર્યક્રમના આયોજક મહેશ સવાણી તથા મુકેશ પટેલને પણ આડે હાથ લીધા છે. મહેશ સવાણી અને મુકેશ પટેલને તેણે ભાજપના ચમચા ગણાવ્યા છે.
4/5
પાસના કન્વીનર હાર્દિક પટેલે પાટીદાર સમાજને અપીલ કરી છે કે જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા અત્યાચાર માટે જવાબદાર જનરલ ડાયરને થાળી-વેલણ વગાડીને ઉપયોગથી સુરતમાંથી ભગાડવામાં આવે.
5/5
સુરતમાં 8 સપ્ટેમ્બરે યોજાનારા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, પાટીદાર ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રી તથાપ્રદેશ પ્રમુખના સન્માન સમારંભ સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)એ મોરચો માંડ્યો છે.