હાર્દિકે લખ્યું છે કે, અમે યુવાન આ રાજ્યનું ભવિષ્ય છીએ અને આજ યુવાનક્રાંતિના પ્રતિક છે. એટલું યાદ રાખજો કે યુવાન ક્રાંતિ ઉપાડી લેશે, તો સત્તા પરિવર્તન થઈ જશે. અમારા કોઈપણ કન્વીનર કે યુવા પર ખોટી પરેશાની આવશે તો આંદોલનનો માર્ગ વધુ ઝડપી બનાવવો પડશે. આપ રાજ્યના મુખ્યમંત્રી છો. નહીં કે લોકોને પરેશાન કરવા માટેના. વીરેન્દ્ર પટેલના મુદ્દે તાત્કાલિક ડો. એન.કે. અમીન પર પગલા લઈને વીરેન્દ્ર પટેલને ન્યાય આપવા વિનંતી.
2/3
મહિસાગર જિલ્લાના કન્વીનર વીરેન્દ્રભાઈની ગાડીમાં ગેરકાયદેસર હથિયાર રાખવાના ખોટા આરોપો લગાવીને જેલમાં ગોંધી રાખીને મહિસાગર જિલ્લાના એસપી ડો. એન.કે. અમીન સોહરાબુદ્દીન કેસમાં સંડોવાયેલા પોતાના નોકરીના બે વર્ષ વધારવા માટે અમિત શાહને સારા થવા માટે અમાર નિર્દોષ સમાજ સેવી પાટીદાર વીરેન્દ્ર પટેલને હેરાન કરી રહ્યા છે.
3/3
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ગુજરાતના નવા સીએમ વિજય રૂપાણીને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિકે ભાજપના ઈશારે આંદોલન સાથે જોડાયેલા યુવાનોને ડરાવવાનો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય પત્રમાં પાસ કન્વીનરની ધરપકડ અંગે પણ લખવામાં આવ્યું છે. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, રાજ્યમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનને તોડવા માટે આપના કે આપના ભાજપના ઇશારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર વીરેન્દ્ર પટેલ પર ખોટો કેસ કરીને યુવાનોને જે ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તે આઝાદ ભારતમાં શરમજનક છે.