પરિવારજનોના આરોપ મુજબ પોલીસે ભાજપના આગેવાન છબિલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જંયતી ઠક્કર અને ઉમેશ પરમાર સામે હત્યા અને ષડયંત્રનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસમાં ખાસ SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની નિમણૂંક કરવામાં આવી છે.
3/4
જયંતી ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે ઘણાં સમયથી રાજકીય લડાઈ ચાલી રહી હતી. કોંગ્રસ છોડીને ભાજપમાં આવેલા છબીલ પટેલને અબડાસા બેઠક પરથી ટીકિટ આપવામાં આવી હતી જેના કારણે જયંતિ ભાનુશાળીનું પત્તું કપાયું હતું.
4/4
અમદાવાદઃ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીનું સોમવારે રાત્રે ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જયંતી ભાનુશાળીને આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ ઘટના બાદ ભાનુશાળીની પત્નીએ છબીલ પટેલ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આ કેસમાં રેલવે પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે.