શોધખોળ કરો
અમદાવાદઃ બે વર્ષ પહેલાં ભાગેલા યુવક સામે લાગી સગીરા સાથે સેક્સની કલમ, એ સગીરા જ બની પત્ની
1/6

નિકુલ પટેલ થોડા દિવસ જેલમાં રહ્યા પછી તેને કાયમી જામીન મળી ગયા હતા. તેમજ ભૂમિકા 18 વર્ષની થતાં તે પણ નારી સંરક્ષણ ગૃહમાંથી બહાર આવી ગઈ હતી. આ પછી બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા. અત્યારે ભૂમિકા અને નિકુલને એક બાળક પણ છે. બીજી તરફ પાલનપુર સેશન્સ કોર્ટમાં નિકુલ સામે ટ્રાયલ ચાલી રહી હતી. આ કેસમાં તેની સામે વોરંટ પણ નિકળ્યું હતું. આ પછી તેમણે વોરંટ રદ કરવા અરજી કરી હતી. જોકે, તે પણ ફગાવી દેવામાં આવ્યું હતું.
2/6

આ ફરિયાદના આધારે પોલીસે વડોદરાથી બંનેને પકડી પાડ્યા હતા અને નિકુલની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી અપાયો હતો. આ સમયે ભૂમિકાની ઉંમર 17 વર્ષ સાત મહિના હતી. આથી તેની સામે પોક્સોની કલમ પણ ઉમેરવામાં આવી હતી. બીજી તરફ ભૂમિકાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી.
Published at : 14 Oct 2016 06:05 PM (IST)
View More





















