હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને અગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
2/4
હવામાન વિભાગે સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, મહિસાગર, અરવલ્લી, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે આ તરફ મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
3/4
મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા જોવા મળી શકે છે. શનિવારે ગુજરાતમાં ઘણી જગ્યાએ છુટો છવાયો વરસાદ વરસ્યો હતો.
4/4
અમદાવાદ: છેલ્લા 10 દિવસથી પણ વધારે સમયથી વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે. જોકે ગુજરાતમાં અમુક જગ્યાએ છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ ઓછો વરસ્યો છે જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં છે.