પોલીસ હવે કાળાનાણાંના હવાલા અંગેની વિગત મેળવી રહી છે અને આવનારા દિવસોમાં તમામ વિગત એકઠી કરી તેની જાણ ઇડીને કરશે. હાલ પોલીસને શંકા છે કે આ કોલ સેન્ટરથી કૌભાંડીઓ તગડી રકમ કમાયા હશે, જેથી આરોપીઓ સીજી રોડ પર અન્ય એક કોલ સેન્ટર ચાલુ કરવા અંગે વિચારણા કરી રહ્યા હતા, તો આઈઆરએસ અંગેની લીડ જે મેળવતા હતા તેના માટે 3 ડોલર સુધી રૂપિયા ખર્ચી રહ્યા હતા. આ લીડ યુએસમાં બેઠેલા તેના મર્ચન્ટ દ્વારા મળતી હતી અને દેશમાં 500 અને 1000ની નોટ બંધ થઇ જતા તેના માટે પણ મોટી રકમ ચૂકવવી પડી રહી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આરોપી ગોલ્ડ અને સિલ્વર ટ્રેડિંગનો ધંધો કરવાની સાથે સાથે પુશ મેસેજ દ્વારા લોકોને મેસેજ કરીને સોનુ ચાંદી ખરીદવા લલચાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
2/6
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી એક કોલ સેન્ટર ઝડપાયું છે. આ કોલ સેન્ટરમાં સંડોવાયેલા આરોપી સગીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ સગીર આરીપીના બીજા પણ ગોરખધંધા બહાર આવ્યા છે. આરોપી ગોલ્ડ અને સિલ્વર ટ્રેડિંગનો ધંધો કરવાની સાથે સાથે પુશ મેસેજ દ્વારા લોકોને મેસેજ કરીને સોનુ ચાંદી ખરીદવા લલચાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અત્યારે ઝડપાયેલા કોલ સેન્ટરની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપાઇ છે.
3/6
સૂત્રોની જો વાત માનીએ તો એક આ કોલ સેન્ટર ચાલુ થયું તેના 5 થી 6 દિવસમાં પોલીસને આ અંગે માહિતી મળી ગઈ હતી. પરંતુ દિવાળી આવી જતા કેટલાક દિવસ કોલ સેન્ટર બંધ રાખવામાં આવ્યું હોવાનું કહીને સ્થાનિક પોલીસે ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખ્યા હતા. તો આ બધી વાતોને લઇને એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે જો આ કોલ સેન્ટર શરુ થયું તેના 5 દિવસ બાદ ઉચ્ચ અધિકારીને જાણ થઇ જાય તો સ્થાનિક પોલીસ કેમ ઊંઘતી ઝડપાઇ?
4/6
સૂત્રોના જણાવ્યા મુજબ આ સેન્ટર ચાલુ થયું તેના છ દિવસ બાદ જ સ્થાનિક પીઆઇ તથા એક ડીસીપીને જાણ થઇ હતી. અધિકારીએ તપાસ કરવાની સૂચના આપતા સેન્ટર ન ચાલતુ હોવાનું કહીને સ્થાનિક પોલીસ દ્વારા મામલો દબાવી દેવામાં આવ્યો. જેને લઇને ડીસીપીએ રેડ કરી અને આખરે આ કૌભાંડની તપાસ હવે ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી છે. હવે કોલ સેન્ટરના રોકાણકાર પાસે રહેલી કરોડોની કાર અંગે માહિતી મેળવવા પોલીસે કવાયત શરુ કરી છે, તો તમામ આરોપીઓના કોલ ડિટેઇલ રેકર્ડ મેળવવા પોલીસે કમર કસી છે.
5/6
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ધમધમી રહ્યું હતું, તેના પર ડીસીપી ઝોન 2 દ્વારા રેડ કરવામાં આવી હતી અને હવે તપાસ ક્રાઇમબ્રાંચને સોંપાઇ છે. જેમાં અનેક ખુલાસા થયા છે ત્યારે પોલીસે હવે કોલ સેન્ટરમાં ફાયનાન્સ કરનાર સગીર યુવકના દોઢ કરોડની કારમાં બેઠેલો ફોટો જે પોલીસને મળ્યો છે તે અંગે સાયબર સેલની મદદ લઈને તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ તમામ આરોપીઓના મોબાઈલ નંબર મેળવી તેના સીડીઆર મેળવવા કવાયત શરુ કરી છે.
6/6
બીજી એક વાત એ પણ જાણવા મળી રહી છે કે પોલીસ તપાસ માટે આરોપીઓના મોબાઈલના સીડીઆર મંગાવ્યા છે. જો તેમાં કોઈપણ પોલીસ કર્મચારી સાથે વાત થઇ હોવાનું બહાર આવશે તો તે પોલીસ કર્મચારી સુધી તપાસનો રેલો પહોંચશે. બીજીતરફ કોલ સેન્ટરમાં કર્મચારીઓને કામ કરવા માટે અમદાવાદ લાવવામાં આવ્યા તેઓને પહેલેથી એવી જાણ કરવામાં આવી હતી કે આ ગેરકાયદેસર કોલ સેન્ટર છે પરંતુ થોડા જ દિવસમાં લીગલ કોલ સેન્ટર બનાવવામાં આવશે, જેથી એ કર્મચારીઓ અહીં જોબ માટે આવ્યા હતા.