આ કારણસર બિલ્ડરો ભાગતા ભૂતની ચોટલી ભલી એમ સમજીને જે હાથમાં આવે તે લઈને સોનું ખરીદી રહ્યા છે. કમ સે કમ પચાસ ટકા રકમ તો એ રીતે બચી જાય એવી તેમની ગણતરી છે. આ ટ્રેન્ડ જોતાં આગામી દિવસોમાં ગ્રે માર્કેટમાં સોનાનો ભાવ દસ ગ્રામના 75,000 થવાની શક્યતા છે.
2/6
અમદાવાદનાં બજારોમાં સોનાના ભાવ દસ ગ્રામના 50 હજાર રૂપિયાની આસપાસ બોલાયા હોવાની ચર્ચા છે ત્યારે રાજકોટ બધાંને ટપી ગયું છે. રાજકોટમાં મુંબઈના ઘાટકોપરના એક બિલ્ડરે દસ ગ્રામના રૂપિયા 62 હજારના ભાવે સોનાની ખરીદી કરતાં સૌ આંચકો ખાઈ ગયા છે.
3/6
બિલ્ડરો આ જોગવાઈથી તો ફફડી ગયા જ છે પણ તેના કરતાં વધારે મોટો ડર તેમને સરકારની નજરે ચડી જવાનો છે. ઈન્કમટેક્સ સહિતની સરકારી એજન્સીઓની નજરમાં આવી જવાય તો પછી કાયમી કકળાટ થઈ જાય. બીજી તરફ કશું ના ખરીદો તો અત્યારે જે નોટો છે તેની કિંમત કાગળિયાં જેટલી થઈ જાય.
4/6
આ બિલ્ડરે ગુજરાતનાં બીજાં સોની બજારોમાંથી પણ આ રીતે ઉંચો ભાવ આપીને સોનું ખરીદ્યું છે. આ રીતે ઉંચો ભાવ આપવા પાછળનું કારણ એ છે કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે અઢી લાખ કરતાં વધારેની રકમ બેંકમાં ભરાશે તો તેની સ્ક્રુટિની થશે અને આ રકમ કાળાં નામાં હશે તો ટેક્સ વત્તા 200 ટકા દંડ લાગશે.
5/6
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સરકારે કાળા નાણાંના દૂષણને ડામવા રાતોરાત રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરી તેના પગલે લોકોએ દોડાદોડ કરી મૂકી સોનાની ખરીદી કરી છે. આ ખરીદીના પગલે સોનાના ભાવ રોકેટ ગતિએ ઉછળ્યા છે છતાં લોકો જે ભાવ ચૂકવી રહ્યા છે તે સાંભળીને સામાન્ય લોકોનું હૃદય જ બેસી જાય.
6/6
ઘાટકોપરના આ બિલ્ડરે ગઇ કાલે એટલે કે બુધવારે રાતે રાજકોટમાંથી 80 લાખ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું. આ સોનાનો 10 ગ્રામનો ભાવ સોનાના સામાન્ય ભાવ કરતાં બમણો એટલે કે 62,000 રૂપિયા લગાડવામાં આવ્યો હતો. બિલ્ડરે જરા પણ ખચકાટ વિના આ રકમ ચૂકવી દીધી હતી.