શોધખોળ કરો

"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: હાવડાની રેલીમાં સીએમ મમતા બેનર્જીએ ભાજપની ઝાટકણી કાઢી; મતદાર યાદીમાંથી લાખો સાચા લોકો અને સાધુ-સંતોના નામ હટાવવાનો લગાવ્યો ગંભીર આરોપ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મમતા બેનર્જીએ ભાજપને ઝેરી સાપ ગણાવ્યા, મતદાર યાદીમાંથી નામ કાઢવાનો આરોપ.
  • લાખો સાચા મતદારો અને આધ્યાત્મિક સંસ્થાઓના નામ મતદાર યાદીમાંથી ગાયબ.
  • આ ચૂંટણી બંગાળની ઓળખ, ભાષા, અધિકારો બચાવવાની લડાઈ છે.
  • પશ્ચિમ બંગાળમાં 2026 વિધાનસભા ચૂંટણી 23 અને 29 એપ્રિલે યોજાશે.

પશ્ચિમ બંગાળમાં 2026 ની વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગરમાવો વધી ગયો છે અને ટીએમસી (TMC) તથા ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાવડામાં એક વિશાળ જાહેર રેલીને સંબોધતા ભાજપની સરખામણી 'ઝેરી સાપ' સાથે કરી છે. તેમણે ભાજપ પર બંગાળના લાખો સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને બંગાળની જનતાને અપીલ કરી છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપને બિલકુલ માફ ન કરે અને તેમને જડબાતોડ જવાબ આપે.

લાખો સાચા મતદારોના નામ ગાયબ કરી દીધા: મમતા બેનર્જી

હાવડાની આ સભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરા શબ્દોમાં કહ્યું કે, "ભાજપ પર વિશ્વાસ કરવો એ ઝેરી સાપ પર વિશ્વાસ કરવા બરાબર છે." તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ બંગાળ પર હુમલો કરવા માટે માત્ર યોગ્ય તકની જ રાહ જોઈ રહ્યું છે. મતદારોના નામ હટાવવા મુદ્દે ગુસ્સો ઠાલવતા તેમણે કહ્યું કે, ભાજપે પોતાના એક ખરાબ અભિયાન હેઠળ કોઈપણ જાતના ભેદભાવ વિના લાખો સાચા અને સ્થાનિક મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરી દીધા છે.

તેમણે ઉમેર્યું કે, હદ તો ત્યારે થઈ જ્યારે કેટલીક આધ્યાત્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા આદરણીય સાધુ-સંતોના નામ પણ યાદીમાંથી નિર્દયતાથી કાઢી નાખવામાં આવ્યા. મમતાએ કહ્યું કે, આ લોકોએ બંગાળના સાચા મતદારોની બેશરમીથી અવગણના કરી છે, તેથી જનતાએ આ ચૂંટણીમાં તેમને પૂરેપૂરા નકારી કાઢવા જોઈએ. "તેમના પર સહેજ પણ દયા ન રાખવી જોઈએ અને તેમને બીજો કોઈ મોકો પણ ન આપવો જોઈએ," તેવો તેમને હુંકાર કર્યો હતો.

આ લડાઈ બંગાળની ઓળખ બચાવવાની છે

બેનર્જીએ લોકોને સંબોધતા વધુમાં એમ પણ કહ્યું કે, આ વખતની ચૂંટણી એ માત્ર કોઈ રાજકીય પક્ષને જીતાડવા પૂરતી સીમિત નથી, પરંતુ તે બંગાળમાં લોકશાહીની ઓળખ, આપણી ભાષા, આપણા અધિકારો અને બંગાળની મૂળભૂત ભાવનાને બચાવવાની લડાઈ છે. તેમણે દાવો કર્યો કે 'મા-માટી-માનુષ' ની તેમની સરકાર હંમેશા લોકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ પૂરી કરતી રહેશે. સમાજમાં ભાગલા પાડવા અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરતી શક્તિઓ (ભાજપ) સામે સૌને એક થઈને લડવા માટે પણ તેમણે હાકલ કરી હતી.

2 તબક્કામાં યોજાશે બંગાળની ચૂંટણી

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 2026 ની વિધાનસભા ચૂંટણી 23 અને 29 એપ્રિલના રોજ એમ 2 તબક્કામાં યોજાવા જઈ રહી છે. રાજ્યની કુલ 294 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. આ ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. હાલમાં બંગાળમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને સત્તાધારી પક્ષ ટીએમસી તથા વિપક્ષ ભાજપ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

Frequently Asked Questions

મમતા બેનર્જીએ ભાજપની સરખામણી કોની સાથે કરી છે?

મમતા બેનર્જીએ ભાજપની સરખામણી 'ઝેરી સાપ' સાથે કરી છે. તેમનું માનવું છે કે ભાજપ પર વિશ્વાસ કરવો તે ઝેરી સાપ પર વિશ્વાસ કરવા બરાબર છે.

મમતા બેનર્જીએ ભાજપ પર કયો ગંભીર આરોપ લગાવ્યો છે?

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ભાજપે બંગાળના લાખો સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરી દીધા છે. તેમાં કેટલાક આધ્યાત્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા સાધુ-સંતોના નામ પણ સામેલ છે.

આ ચૂંટણીને મમતા બેનર્જી કઈ લડાઈ ગણાવે છે?

મમતા બેનર્જી આ ચૂંટણીને માત્ર કોઈ રાજકીય પક્ષને જીતાડવા પૂરતી સીમિત નથી, પરંતુ તે બંગાળની ઓળખ, ભાષા, અધિકારો અને મૂળભૂત ભાવનાને બચાવવાની લડાઈ ગણાવે છે.

પશ્ચિમ બંગાળમાં 2026 ની વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે?

પશ્ચિમ બંગાળમાં 2026 ની વિધાનસભા ચૂંટણી 23 અને 29 એપ્રિલના રોજ એમ 2 તબક્કામાં યોજાશે. રાજ્યની કુલ 294 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Embed widget