નવરાત્રિમાં ગરબે ઘૂમવાના રસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે દસ નોરતાં હશે તેથી ખેલૈયા એક દિવસ વધારે ગરબે ઘૂમી શકશે. છેલ્લાં બે વરસથી નવરાત્રિ 8 જ દિવસની રહેતી તેથી ખેલૈયા નિરાશ થતા. આ વર્ષે એ કસર પૂરી થઈ જશે.
2/7
જે લોકો નવરાત્રિ અનુષ્ઠાન કરતાં હોય અને કુળદેવીની પૂજા-ઉપાસના કરતાં હોય તેમણે પણ આ જ દિવસથી અનુષ્ઠાનનો પ્રારંભ કરવાનો રહેશે. સાથે જ જગદમ્બાની વિશેષ કૃપા માટે દરરોજ શક્રાદય સ્તુતિનું શ્રવણ પણ ઉત્તમ છે.
3/7
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પહેલા નોરતા એટલે કે 1 ઓકટોબરના રોજ ઘટ સ્થાપન, જવારારોપણ, કુંભ સ્થાપના માટેનો ઉત્તમ સમય સવારે 8.11થી 9.27 કલાકનો છે. આ પહેલાં પણ પરંપરાગત રીતે બ્રાહ્મમુહૂર્તમાં સ્થાપન કરી શકાય છે.
4/7
આ નવરાત્રિ દરમિયાન 7 ઓકટોબરના રોજ ગુરુ ઉદય થઇ રહ્યો છે. તેના કારણે માંગલિક કાર્યોનો પણ પ્રારંભ થશે. ગુરૂ ઉદય શુભ કાર્યો માટે ઉત્તમ ગણવામાં આવે છે.
5/7
નવરાત્રિમાં એક દિવસ વધારે હશે તેથી અનુષ્ઠાન કરનારાઓને પણ એક દિવસ વધુ મળશે. ગત વર્ષે પણ બે એકમ હતી, પણ મહાઅષ્ટમી અને મહાનવમી સાથે હતા તેના કારણે નવ દિવસની જ નવરાત્રિ હતી.
6/7
આ વર્ષે બે એકમ છે પણ ઘટ સ્થાપના, જવારારોપણ વગેરે પ્રથમ પ્રતિપદાએ એટલે કે 1 ઓકટોબર, 2016ના રોજ જ કરવાનું રહેશે. 10 ઓકટોબરના રોજ નવરાત્રિની પૂર્ણાહુતિ થશે. 11 ઓકટોબરના રોજ વિજયાદશમી-દશેરાની ઉજવણી કરવામાં આવશે.
7/7
આ વખતે વિક્રમ સંવત 2072ની નવરાત્રિ 10 દિવસની છે તેથી દસ દિવસનાં નોરતાં અને દશેરા મળીને કુલ અગિયાર દિવસ ગરબ રમી શકાશે. જયોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે બે એકમ આવે છે અને તેના કારણે દસ નોરતાં છે