શોધખોળ કરો
કર્ણાટકમાં સરકાર રચાયા પછી ગુજરાતમાં નીતિન પટેલને કેબિનેટમાંથી દૂર કરાશે? મીડિયા રિપોર્ટમાં દાવો

1/6

2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંડળમાં કેટલાક નેતાઓએ ખસેડી સંગઠનમાં મુકાશે જ્યારે સગંઠનના કેટલાંક નેતાઓ પ્રધાનમંડળમાં લઈ જવામાં આવે તેવી શક્યતા છે.
2/6

જોકે પ્રધાનમંડળ સંભવિત ફેરફારમાં મુખ્યમંત્રીને બદલવામાં આવે તેવી સંભાવના નહિવત જોવામાં આવી રહી છે. પ્રધાનમંડળ અને સંગઠનમાં સાથે જ ફેરફાર કરવામાં આવશે તેવું પણ વાયરલ થયું છે.
3/6

લોકસભાની ચૂંટણીને જ્યારે એક વર્ષનો જ સમય બાકી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી પોતાના હોમ ગ્રાઉન્ડની સ્થિતિને સુધારવામાં લાગી ગયા છે. વિજય રૂપાણીને સત્તાનું સુકાન બીજી વખત સોંપ્યા બાદ નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં વિજય રૂપાણી ભાજપ તરફી વોટ બેંકને જાળવી રાખવામાં ક્યાંક કાચા પડ્યા હોવાનું ઉચ્ચ નેતાઓનું માનવું છે.
4/6

જેના પરિણામ સ્વરૂપ તેમને હવે પડતા મુકવાનો સમય આવી ગયો છે. જ્યારે બીજી બાજુ આવનારી લોકસભાની ચૂંટણીમાં નીતિન પટેલને ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે જેના કારણે તેમને નાયબ મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપવા માટે તેમને મનાવી લેવામાં આવ્યા છે તેવો પણ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
5/6

નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાના નિર્ણયને લઈને નીતિન પટેલને આ અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે તેવા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જોકે નીતિન પટેલને પ્રધાનમંડળમાં ખસેડી કઈ જગ્યાએ સ્થાન આપવામાં આવશે તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ આ સંદર્ભમાં બે જુદા-જુદા કારણો સામે વિજય રૂપાણીની સરકાર રચાયા બાદ ખાતાની ફાળવણીમાં નીતિન પટેલે નાટક કર્યું હોવાને કારણે નરેન્દ્ર મોદી પણ નારાજ થયા હતાં.
6/6

અમદાવાદ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કર્ણાટકમાં કોઈ પણ પક્ષને બહુમળી નથી જ્યારે જેડીએસને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે કર્ણાટકમાં કોની સરકાર બનશે ત્યારે ભાજપના કેન્દ્રીય નેતાઓએ ગુજરાતના પ્રધાનમંડળમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સૌથી મહત્વનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રકારના અહેવાલ એક વેબસાઈટ અને અખબારમાં આવ્યા છે. જોકે આ અંગે ભાજપે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કે આ સમાચાર અંગે સ્પષ્ટતા પણ કરી નથી.
Published at : 16 May 2018 02:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
સુરત
દુનિયા
Advertisement
