શોધખોળ કરો
STમાં અપ-ડાઉન કરતાં વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, હવે પાસ કઢાવવા નહીં ખાવા પડે ધક્કા

1/5

જોકે, આ સિસ્ટમ નવી છે અને જ્યાં સુધી શાળા-કોલેજ પાસ કાઢી આપવાની સિસ્ટમ નહીં અપનાવે ત્યાં સુધી એસ.ટી. આ કામગીરી ચાલુ રાખશે. એસ.ટી. વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે શાળા-કોલેજો તરફથી પાસ કાઢી આપવાની સિસ્ટમથી ૧૦ લાખ વિદ્યાર્થીઓને સરળતા થશે. એવી પણ માહિતી આપવામાં આવી છે કે, શાળા-કોલેજોમાંથી પાસ કાઢી આપવાની સિસ્ટમ અને એસ.ટી.નું ટાઇઅપ શરૂ થઇ ગયું છે.
2/5

આ સુવિધાને કારણે એસ.ટી.ની કામગીરી હળવી થશે. બીજી તરફ વિદ્યાર્થીઓને પોતાની જ શાળા કે કોલેજમાંથી પાસ મળતાં હોઇ હળવાશ મળશે. નોંધનીય છે કે, એન્જિનિયરિંગ, મેડિકલ, ડિપ્લોમા કે હાયર સેકન્ડરીમાં અભ્યાસ અર્થે હજારો વિદ્યાર્થીઓ તેમના ઘરથી આસપાસની કોલેજો કે શાળામાં ભણવા એસ.ટી.ના પાસનો ઉપયોગ કરે છે.
3/5

અમદાવાદઃ એસ.ટી. બસમાં બેસીને અન્ય શહેરમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. હવે વિદ્યાર્થીઓને એસ.ટી. બસના પાસ કઢાવવા માટે ધક્કા ખાવા નહીં પડે. હવે વિદ્યાર્થીઓ પોતાની શાળા કે કોલેજોમાંથી જ એસ.ટી. બસનો પાસ કાઢી આપશે.
4/5

આ સુવિધાનો લાભ જે શાળા-કોલેજો લેવા માગતી હશે, તેમને આ પાસ ઇસ્યુ કરવા માટેની સમગ્ર ઓનલાઇન પ્રક્રિયા સમજાવવામાં આવશે. આ ઓનલાઇન પ્રક્રિયા કરવા દરેક શાળા-કોલેજને એસ.ટી. તંત્ર તેનું આઇડી અને પાસવર્ડ આપશે. જેનાથી શાળા-કોલેજ વિદ્યાર્થીઓને ઓનલાઇન પાસ કાઢી આપશે અને પાસનાં નાણાં નજીકના લાગું પડતાં ડેપોમાં જમા કરાવવામાં આવશે.
5/5

અત્યાર સુધી વિદ્યાર્થીઓને એસ.ટી. બસના પાસ કઢાવવા માટે શાળા કે કોલેજના સહી-સિક્કા કરાવવાથી માંડીને જે તે એસ.ટી. ડેપોની બારીએ લાઇનમાં ઊભાં રહેવું પડતું હતું અને પાસ માટે ધક્કા ખાવા પડતાં હતાં. ત્યારે નવા શરૂ થયેલા સત્રથી દરેક શાળા-કોલેજને પોતાના વિદ્યાર્થીઓને એસ.ટી. પાસ કાઢી આપવાની સુવિધા એસ.ટી. તંત્ર દ્વારા આપવામાં આવી છે.
Published at : 22 Nov 2016 12:21 PM (IST)
Tags :
GSRTCવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દુનિયા
ગુજરાત
Advertisement
