અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના બે કન્વીનરો કેતન પટેલ અને દિનેશ બાંભણીયા સામસામે આવી ગયા છે. કેતન પટેલે કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલને પત્ર લખી આક્ષેપ કર્યો છે કે, સિદ્ધાર્થ પટેલ પાટીદાર આંદોલનને ઊંધા પાટે ચડાવવા મથે છે. એટલું જ નહીં, પણ દિનેશ બાંભણીયા તેમનો હાથો બની ટિકિટોના વેપારમાં સામેલ છે અને પૈસા ખાય છે. આ સંપૂર્ણ પત્ર અહીં પ્રસ્તુત છે.