શોધખોળ કરો
હાર્દિકના ઉપવાસને લઈ તેના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, અનેક જિલ્લામાં લાગુ કરવામાં આવી કલમ 144
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/25021231/hardik8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![આજથી શરૂ થઈ રહેલા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હાજર રહેશે તેવો દાવો પાસના કન્વિનર હાર્દિક પટેલે કર્યો છે. ઉપવાસ પહેલા મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે 25મી તારીખથી તે પોતાના ઘરે જ ઉપવાસ કરશે. રામોલ કેસમાં ધરપકડ થશે તો તે જેલમાં ઉપવાસ કરશે અને અન્ય લોકો પોતાના ઘરે અને તાલુકા મથકે ઉપવાસ કરશે. સાથે જ હાર્દિકે એવો દાવો કર્યો છે કે તેના ઉપવાસ આંદોલનમાં રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/25074125/hardik4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજથી શરૂ થઈ રહેલા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હાજર રહેશે તેવો દાવો પાસના કન્વિનર હાર્દિક પટેલે કર્યો છે. ઉપવાસ પહેલા મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે 25મી તારીખથી તે પોતાના ઘરે જ ઉપવાસ કરશે. રામોલ કેસમાં ધરપકડ થશે તો તે જેલમાં ઉપવાસ કરશે અને અન્ય લોકો પોતાના ઘરે અને તાલુકા મથકે ઉપવાસ કરશે. સાથે જ હાર્દિકે એવો દાવો કર્યો છે કે તેના ઉપવાસ આંદોલનમાં રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાશે.
2/5
![હાર્દિકે ઉપવાસ પર બેસવાને લઈ કહ્યું કે, સરકારે મને પરવાનગી નથી આપી તે મારા માટે નહીં પણ સરકાર માટે શરમજનક વાત છે. હું આવતીકાલે મારા નિવાસસ્થાને ઉપવાસ ઉપર બેસવાનો છુ, આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ ખેડૂતો અને અન્યાય સહન કરનાર લોકોની લડાઈ છે. મને મકાન ભાડે આપનાર વ્યક્તિને બોલાવીને પોલીસ દબાણ કરી રહી છે અને બે-બે વખત ભાડા કરાર મંગાવવામાં આવ્યો છે, આમ છતાં મારી લડાઈ ચાલુ રહેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/25074105/hardik5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાર્દિકે ઉપવાસ પર બેસવાને લઈ કહ્યું કે, સરકારે મને પરવાનગી નથી આપી તે મારા માટે નહીં પણ સરકાર માટે શરમજનક વાત છે. હું આવતીકાલે મારા નિવાસસ્થાને ઉપવાસ ઉપર બેસવાનો છુ, આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ ખેડૂતો અને અન્યાય સહન કરનાર લોકોની લડાઈ છે. મને મકાન ભાડે આપનાર વ્યક્તિને બોલાવીને પોલીસ દબાણ કરી રહી છે અને બે-બે વખત ભાડા કરાર મંગાવવામાં આવ્યો છે, આમ છતાં મારી લડાઈ ચાલુ રહેશે.
3/5
![અમદાવાદઃ હાર્દિક પટેલના આજથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસના પગલે ગ્રીનવુડ રિસોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. હાર્દિકના ઘરની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતભરના લોકો અત્યારથી જ હાર્દિકના ઘરે પહોંચવા લાગ્યા છે. સમગ્ર રાજ્યભરમાં સલામતિ અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગું કરી દેવાઈ છે. હાર્દિકના આમરણાંત ઉપવાસને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત એક્શન પ્લાન બનાવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/25074101/hardik3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ હાર્દિક પટેલના આજથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસના પગલે ગ્રીનવુડ રિસોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. હાર્દિકના ઘરની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતભરના લોકો અત્યારથી જ હાર્દિકના ઘરે પહોંચવા લાગ્યા છે. સમગ્ર રાજ્યભરમાં સલામતિ અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગું કરી દેવાઈ છે. હાર્દિકના આમરણાંત ઉપવાસને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત એક્શન પ્લાન બનાવ્યો છે.
4/5
![અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે 3 SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. સાથે 3 DCP ,8 ACP, 35 PI , 200 PSI અને 3000 પોલીસ જવાનો રહેશે તૈનાત રહેશે. આ સિવાય સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર પણ પોલીસ નજર રાખશે. તોફાન કરનારા સામે પોલીસ સખત કાર્યવાહી કરશે. તકેદારીના ભાગરૂપે હાર્દિકની ગમે ત્યારે અટકાયત પણ થઇ શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/25074057/hardik2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે 3 SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. સાથે 3 DCP ,8 ACP, 35 PI , 200 PSI અને 3000 પોલીસ જવાનો રહેશે તૈનાત રહેશે. આ સિવાય સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર પણ પોલીસ નજર રાખશે. તોફાન કરનારા સામે પોલીસ સખત કાર્યવાહી કરશે. તકેદારીના ભાગરૂપે હાર્દિકની ગમે ત્યારે અટકાયત પણ થઇ શકે છે.
5/5
![હાર્દિકે કહ્યું હતું કે તેણે આ માટે નેતાઓ સાથે ઔપચારિક વાત કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, કોંગ્રેસના નેતા રાજ બબ્બર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપવાસ આંદોલનમાં જોડાશે તેવો દાવો હાર્દિક પટેલે કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/25074052/hardik.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાર્દિકે કહ્યું હતું કે તેણે આ માટે નેતાઓ સાથે ઔપચારિક વાત કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, કોંગ્રેસના નેતા રાજ બબ્બર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપવાસ આંદોલનમાં જોડાશે તેવો દાવો હાર્દિક પટેલે કર્યો છે.
Published at : 25 Aug 2018 07:42 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)