ફરી એક વખત મુલ્યાંકન માટે કમિશનની રચના કરવી આવશ્યક જરૂરી છે. જ્યાં અનામતની નીતિનો સવાલ છે ત્યાં એક સમાજના લોકોની તુલનામાં અન્ય સમાજની પણ મુલવણી કરવી જોઈએ.
2/5
ગુજરાતમાં અન્ય પછાત જ્ઞાતિ બાબતે પછાતજાતિ વિકાસ કમિશન દ્વારા અવાર-નવાર પુનઃ મુલ્યાંકન કરવામાં આવવું જોઈએ. અગાઉ બે કમિશન ગોકુલક્રિશ્રન કમિશન અને માકંડ કમિશનની રચના કરવામાં આવી હતી.
3/5
ઓબીસીમાં પણ જે સક્ષમ કોમ હતી તેમને વધુ લાભ મેળવી લીધો છે. સરકારના જ આંકડા કહે છે કે, ખરેખર જરૂરીયાતમંદ લોકો સુધી આ નીતિના લાભ પહોંચી શક્યા નથી. સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે જુદી-જુદી જ્ઞાતિઓને કઈ રીતે સામેલ કરવા અથવા તે સરકારે નક્કી કરવાનું હોય છે.
4/5
અરજદાર સમાજના પ્રમુખ દ્વારા ઓબીસી આયોગ સમક્ષ અરજી કરવા છતાં કોઈ નિર્ણય કરવામાં નહીં આવતા આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આ કેસની વિગત મુજબ અરજદાર અંબલાલ પટેલે હાઈકોર્ટમાં કરેલી રિટ અરજીમાં એવી રજૂઆત કરી છે કે, અનામતની નીતિના અમલ સાથે જ ઓબીસી પોલીસીમાં કેટલીક ખામીઓ રહેલી છે.
5/5
અમદાવાદ: ગુજરાતમાં પાટીદારો અનામત છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત સરકાર સામે લડી રહ્યા છે જોકે હજુ સુધી અનામત મળી નથી ત્યારે વિસનગર તરફના મોટી બાવન કડવા પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવાની દાદ માંગતી રિટ ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક સુનાવણી બાદ હાઈકોર્ટે ગુજરાત સરકાર તેમજ ઓબીસી પંચ સામે નોટિસ કાઢીને કેસમાં 12મી જુનના રોજ મુદત રાખવામાં આવી છે.