શોધખોળ કરો
PM મોદી આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું કરશે લોકાર્પણ
1/5

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પીએમ સરદાર પટેલની જીવન ઝાંખી રજુ કરતા પ્રદર્શનની મુલાકાત લેશે. અહીંથી તેઓ લીફ્ટમાં બેસીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં બનાવવામાં આવેલી ગેલેરીમાં જશે. મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ 3 કલાકનો રહેવાની સંભાવના છે.
2/5

ત્યાર બાદ નરેન્દ્ર મોદી મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે જશે. આ કાર્યક્રમ લગભગ 1 કલાક જેટલો ચાલશે. જેમાં તેઓ જનમેદનીને પણ સંબોધશે. ત્યાર બાદ તેઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના મુખ્ય સ્થળે જવા રવાના થશે. ત્યાં પહોંચવાના માર્ગમાં બંને બાજુએ દેશનાં અન્ય રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવનારું છે.
Published at : 30 Oct 2018 10:23 PM (IST)
View More





















