અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પર ફરજ પર હાજર પોલીસના જણાવ્યા પ્રમાણે ટુ-વ્હિલર, ફોર-વ્હિલર અને રિક્ષા ચાલકોની તપાસ કરવામાં આવી રહ્યા છે. જોકે, અત્યાર સુધી પીધેલી હાલતમાં કોઈ પકડાયું નથી.
3/6
આ સાથે વાહન ચાલકો પાસે, આરસી બુક, લાયસન્સ અને જેવા મહત્વના દસ્તાવેજો છે કે નહીં એ અંગેની પણ તપાસ ચલાવવામાં આવી છે.
4/6
આ ડ્રાઇવ માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો કામે લાગી ગયો છે. રાત્રે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી આ ડ્રાઈવ ચલાવવામાં આવશે. જેમાં શહેરમાં અલગ અલગ 31 જગ્યાઓએ પસાર થતાં વાહનોને તપાસ કરવામાં આવી રહી છે.
5/6
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવની સાથે હવે ડ્રંક્સ એન્ડ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા શહેરની 31 જગ્યાએ આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદના જાણીતા વિસ્તારોમાં આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.
6/6
અમદાવાદમાં કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહી છે. તો હવે અમદાવાદમાં પોલીસ ડ્રંક્સ ડ્રાઈવ કરશે. 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને આ ડ્રાઇવ ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.