સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન દિલીપ સંધાણીએ માહિતી આપતા કહ્યું છે કે, તેઓ સંબંધિત સત્તાવાળાઓને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા અને જિલ્લા કો-ઓપરેટિવ બેંકો ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધને લઇને રજૂઆત કરવામાં આવી હતી. નિયમોને કઠોરરીતે પાળવા માટે કો-ઓપરેટિવ બેંકોને કહેવામાં આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૨૪ કલાકની અંદર જ રિઝર્વ બેંકે જિલ્લા કો-ઓપરેટિવ બેંકોમાંથી ઉપાડને મંજુરી આપી દીધી છે.
2/5
ગુજરાતમાં ૧૮ જિલ્લામાં સહકારી બેંકો આવેલી છે. શહેરી કો-ઓપરેટિવ બેંકોની જેમ જ ડીસીસીબી મુખ્યરીતે ખેડૂત સમુદાયની બાબતોમાં કામ કરે છે. તેના મોટાભાગના થાપણદારો ખેડૂતો છે. આ બેંકો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ કો-ઓપરેટિવ બેંક સેકટરના લીડરો સોમવારના દિવસે દિલ્હી પહોંચી ગયા હતા અને તેમના નિર્ણય ઉપર ફેર વિચારણા કરવા સરકારને અપીલ કરી હતી.
3/5
રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની આ પ્રકારની નોટોની સામે તેની સુવિધાને લઇને પ્રશ્નો અકબંધ રહ્યા છે. ૧૪મી નવેમ્બરના દિવસે આરબીઆઈએ પરિપત્ર જારી કરીને આ અંગેની સૂચના આપી હતી. રવિવારના દિવસે જુની નોટ જમા કરાવવા અને સ્વિકારવાથી જિલ્લા સહકારી બેંકો ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો.
4/5
અમદાવાદ: તમામ જિલ્લા સહકારી બેંકો (ડીસીસીબી)માંથી પૈસાના ઉપાડને આખરે મંજુરી આપી દીધી છે. આની સાથે જ મોટી સંખ્યામાં ખેડૂત સમુદાયને રાહત થવાની સંભાવના દેખાઈ રહી છે. એક દિવસ સુધી પ્રતિબંધ રહ્યા બાદ આરબીઆઈએ જિલ્લા કો-ઓપરટિવ બેંકોમાંથી ઉપાડને મંજુરી આપી છે.
5/5
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સોમવારે જ આ તમામ જિલ્લા સહકારી બેંકોને તેમના કસ્ટમરોને ૨૪મી નવેમ્બર ૨૦૧૬ સુધી પ્રતિ સપ્તાહ ૨૪૦૦૦ રૂપિયા ઉપાડી લેવાની મંજુરી આપવા પરવાનગી આપી દીધી છે. જો કે, ડીસીસીબીને એક્સચેંજ અને નોટ જમા કરવાથી હજુ પણ દૂર રાખવામાં આવી છે.