રેશ્માએ જણાવ્યું હતું કે 15 વરસ સુધી આપણે હિટલરશાહી સરકારને સાથ સહકાર આપ્યો. આ સરકાર આપણું ન માને તો 2017માં તેઓને ચમત્કાર બતાવવાનો સમય આવી ગયો છે. પાટીદાર સમાજની માતાઓ અને બહેનોને ઝાંસીની રાણીની જેમ બહાર નીકળી ચાચા ચાયવાલે અને ફઇબાને પટેલ સમાજની તાકાત બતાવવાની છે.
2/4
સભાને સંબોધિત કરતા રેશ્માએ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી આનંદીબેન પર પ્રહારો કર્યા હતા. તેમણે લોકોને સંબોધતા કહ્યું કે, ચાચા ચાયવાલે અને ફઇબાને પટેલ સમાજની તાકાત બતાવવાનો સમય આવી ગયો છે.
3/4
સિહોરઃ ભાવનગરના સિહોર ખાતે પાટીદાર સમાજની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પાટીદાર મહિલા નેતા રેશ્મા પટેલ, અતુલ પટેલ, મંજુલાબેન પટેલ સહીતના પટેલ સમાજના અગ્રણીઓ અને પાટીદાર સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
4/4
આ મહારેલીમાં 12 હજારથી 15 હજારની મેદની એકત્ર થશે તેવો દાવો આયોજકોએ કર્યો હતો પણ સભામાં ફક્ત 1500 જેટલા લોકો જ એકત્ર થતા આંદોલનનો વેગ ઘટતો જતો હોવાની ચર્ચા લોકોમાં થઇ હતી.