શોધખોળ કરો
‘........તો હું સાધુની સેક્સલીલાના ફોટો- વિડીયો પોલીસને આપીશ, સ્વામીનારાયણ સાધુઓનાં કરતૂતો ખુલ્લાં કરીશ’

1/6

ઠાકરે એવું પણ લખ્યું છે કે હું બ્રાહ્મણ છું અને સ્વામીનારાયણ સંપ્રદાય માટે મને લાગણી હોવાથી મેં કાયદેસર રીતે કોઈ પોલીસ ફરિયાદ કરી નથી પણ મારી પત્નિ મને પાછી નહીં મળે તો હું આત્મહત્યા કરીને સ્વામીનારાયણના સાધુઓની કામલીલાઓને ઉઘાડી પાડીને જઈશ.
2/6

હિતેન્દ્ર ઠાકરે તેમના પત્રમાં સ્વામી સાથેની ટેલીફોનિક વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. મહંત ઠાકરની પત્નિને વારંવાર ફોન કરતા હતા અને ઉજ્જૈન ગયા ત્યારે પણ ખાનગીમાં ફોન કરતા તેવો ઉલ્લેખ પણ આ ફરિયાદમાં છે. સ્વામી પોતાની પત્નિ સાથે વાત નથી કરવા દેતા તેવો આક્ષેપ પણ તેણે કર્યો છે.
3/6

સુરેન્દ્રનગરમાં રહેતા અને કર્મકાંડ કરતા હિતેન્દ્રકુમાર ઠાકર નામના યુવકની પત્નિને રાખી લીધા પછી મહંતે ફોન કરીને એવું પણ કહ્યું હતું કે, તુ તારી પત્નિ જોડે રાખડી બંધાવી લે અને ભૂલથી પણ આ બાજુ આવતો નહીં. હવે તુ એનો ભાઈ છે અને તારી પત્નિને હવે હું જ સાચવીશ.
4/6

છપૈયા ગયા પછી મહંતે તેની પત્નિને રોકી લેતાં ઠાકરે ચીફ કારભારીને લખેલા પત્રમાં ધમકી આપી છે કે મને મારી પત્નિ પાછી નહીં મળે તો હું સાધુની કામલીલાના ફોટો અને વિડીયો પોલીસને સોંપી દઈશ. તેણે આત્મહત્યાની ધમકી આપીને ચીઠ્ઠીમાં સાધુઓનાં કરતૂતોની કહાની લખીશ એવું પણ કહ્યું છે.
5/6

અમદાવાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયના છપૈયાના મહંત વાસુદેવ બ્રહ્મચારીએ સુરેન્દ્રનગરના બ્રાહ્મણ યુવકની પત્નિને રાખી લેતાં યુવકે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ચીફ કારભારીને પત્ર લખીને ફરિયાદ કરી છે. મહંતની હલકટાઈથી આઘાત પામી ગયેલા યુવકે સ્વામીનારાયણ સાધુઓનાં કરતૂતો ખુલ્લાં પાડવાની ધમકી આપી છે.
6/6

સુરેન્દ્રનગરમાં રહેતા અને કર્મકાંડ કરતા હિતેન્દ્રકુમાર ઠાકરનાં લગ્ન 13 વર્ષ પહેલાં થયાં હતાં. છેલ્લાં ઘણાં વરસોથી તે મહંત વાસુદેવ સ્વામીને ઓળખતા હતા. ઠાકરની પત્નિને પણ મહંત ઓળખતા અને તેમની નજર તેમની પત્નિ પર બગડી હતી. મહંત ઠાકરને વારંવાર છપૈયા આવવાનું કહેતા તેથી બંને છપૈયા ગયાં હતાં.
Published at : 12 Oct 2016 02:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
