પ્રેમિકાના સંબંધીઓએ પણ તેમને જોઈને પોલીસ સ્ટેશનમાં જોરદાર હોબાળો મચાવ્યો હતો. આથી પોલીસે એક પરિવારને પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં બેસાડી બીજા પરિવારને સમજાવવાની કોશિષ કરી હતી. જોકે માતાપુત્રી ફરિયાદ દાખલ કરવા દબાણ કરી રહ્યા હતા.
2/5
માતા સાથે પહોંચેલી દિકરીએ શરૂઆતમાં પોલીસને પોતાના પિતાને આ પ્રેમસંબંધથી બચાવી લેવા હોબાળો મચાવ્યો હતો. આથી પોલીસે માતા દિકરીને શાંત પાડ્યા હતા અને આધેડની પ્રેમિકા અને તેના સંબંધીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. આ સાથે આધેડને પણ પોલીસ સ્ટેશન બોલાવી લેવાયો હતો.
3/5
દરમિયાન આ પ્રેમ પ્રકરણની આધેડની દિકરી અને પત્નીને જાણ થતાં ઘરમાં કંકાસ ચાલુ શરૂ થઈ ગયો હતો. એટલું જ નહીં પ્રેમમાં પાગલ પિતા પરિવારની વાત સમજવા તૈયાર થતાં ન હોવાથી આખરે આ મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
4/5
અમદાવાદના વસ્ત્રાપુરમાં પત્ની અને પુત્રી સાથે રહેતા આધેડને પોતાની જ દિકરીની ઉંમરની યુવતી સાથે આંખ મળી ગઈ હતી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમસંબંધ બંધાતા બન્ને અલગ-અલગ જગ્યાએ મળતાં પણ હતાં.
5/5
અમદાવાદ: ‘પતિ પત્ની ઓર વો’ ફિલ્મ જેવો કિસ્સો આજે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને બન્યો હતો. જેમાં યુવાન વયની પુત્રીએ આવીને પોલીસ અધિકારીને કહ્યું હતું કે, સાહેબ મારા પિતાને મારી ઉંમરની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો છે માટે પરિવારમાં કંકાસ થાય છે. બીજીતરફ પોલીસે આધેડની પ્રેમિકા અને તેના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જ્યાં બન્ને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે દરમિયાનગિરી કરીને તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.