આરોપીની માતાએ SMS કરીને આરોપી સાગર અને પિંકીને ગુનો છુપાવવાની પદ્ધતિઓ સીખવી હતી. લૂંટ કરતી વખતે ક્યાંય પણ ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે માતાએ જ પોતાના પુત્ર પુત્રીને SMS કરીને હાથમાં પાવડર લગાવવાની સૂચના આપી હતી. એટલું જ નહીં ખુદ માતાએ જ ગુનો આચરવા પુત્ર-પુત્રીને સુઝબુઝથી કામ કરી પરત ફરવાની સુચના આપી હતી. અને બાદમાં મેસેજ કર્યો કે, કાલનો સુરજ અને તમારી નવી સવાર ટેન્શન ફ્રીવાળી ઉગે તેવો સંદેશ પાઠવ્યો.
2/3
ગુનો આચર્યા બાદ એટલે કે, લૂંટ કર્યા બાદ આરોપી સાગર અને પિંકીએ કામ પૂર્ણ થયું હોવાનો મેસેજ પણ માતાનો મોકલ્યો હતો. આરોપીની માતા સાથે થયેલી વાતચીત પ્રમાણે ભાઈ-બહેન રાત્રે 12.34 કલાકે લૂંટ કરવા નિકળ્યા હતા. અને વહેલી સવારે 4.17 વાગ્યે લૂંટને અંજામ આપી ઘરે પરત ફર્યા હતા.
3/3
અમદાવાદઃ અમદાવાદના મીઠાખળીમાં SIS કંપનીમાં 14 કિલો સોનાની લૂંટ પ્રકરણમાં આરોપી ભાઈ-બહેનની માતા-પિતા સાથે થયેલી વાતચીતના અંશો સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાંચે બંને આરોપીની ધરપકડ બાદ આ ખુલાશો સામે આવ્યો છે. આરોપી પિંકી અને સાગર જ્યારે લૂંટ કરવા ગયા તે પહેલા બંને પોતાની માતા સાથે વાત કરી હતી.