જોકે, હવે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના મામલે બેઠક યોજાવાની વાત સુત્રો પાસેથી મળી રહી છે. રવિવારે ખોડલધામના નરેશ પટેલ અને સરકાર વચ્ચે મિટિંગ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
2/4
ડોક્ટરો દ્વારા એક દિવસ વધુ હોસ્પિટલમાં સારવાર લઈને તબિયત સુધારા પર લાવવા જણાવ્યું હોવાનું પાસ સમિતિએ જણાવ્યું છે. હાર્દિક પટેલને લઈને દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. હાર્દિકને પારણાં કરાવવા માટે કોણ મધ્યસ્થી કરશે એ ઉપર પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા.
3/4
હાર્દિક મોડી સાંજ સુધીમાં અથવા તો આવતીકાલે હોસ્પિટલમાંથી રજા લઈને પોતાના નિવાસ સ્થાને જવા માગે છે. જોકે, પાસના સભ્ય નિખિલ સાવાણીએ આવી કોઈ બાબત અંગે નિર્ણય ન લેવાયો હોવાનું જણાવ્યું છે.
4/4
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ઉપવાસના 14માં દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોડી સાંજે SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. હવે હાર્દિક પટેલે ફરી પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી છે.