આ બેઠકમાં જનમિત્રની નિમણૂંકોની કામગીરી ક્યાં સુધી પહોંચી, કેટલી બાકી છે તેની કામગીરીનો હિસાબ માગવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે સંગઠનમાં નવી નિમણૂંકોની યાદી પ્રદેશ સ્તરે ફાઈનલ થશે એ પછી હાઈકમાન્ડની મંજૂરી મેળવાશે, જોકે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશ હોઈ જાહેરાતમાં વિલંબ થવાનો છે.
2/5
આ બેઠકમાં નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીના સંદર્ભમાં વર્તમાન સ્થિતિનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરાયો હતો. સંબંધિત તાલુકા, જિલ્લા અને શહેર કોંગ્રેસ સંગઠનની પુનઃરચના સંદર્ભેનો અહેવાલ પણ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો.
3/5
અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે એક અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નવા સંગઠન, પંચાયતોની ચૂંટણી, ઝોનલ ઈન્ચાર્જ, જિલ્લા નિરીક્ષકો અને જનમિત્ર કો-ઓર્ડિનેટરોને બોલાવવામાં આવ્યા હતા.
4/5
અમિત ચાવડાએ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર વિશે વધુમાં જણાવ્યું હતું કે, લોકોની વચ્ચેથી લોકસભાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જનમિત્ર તરીકે નિમણૂંક પામનાર લોકો ઉમેદવાર પસંદગી શરૂ કરશે. ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
5/5
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો જેના કારણે આ વખતે કોંગ્રેસની સીટોમાં વધારો થયો હતો. લોકસભાની ચૂંટણી લઈને કોંગ્રેસ અને ભાજપે તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં લોકસભાના ઉમેદવારને લઈને અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લોકોની પસંદગીના હશે.