શોધખોળ કરો
ઠંડીનો ચમકારો! ગુજરાતમાં હજુ કેટલાં દિવસ પડશે જોરદાર ઠંડી? જાણો વિગત
1/3

કાશ્મીરમાં થયેલી ભારે હિમ વર્ષાની સીધી અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે હજી એક સપ્તાહ સુધી આ માહોલ બની રહેશે તેવું જણાવ્યું છે. ત્યારે માઉન્ટ આબુમાં તાપમાન ગગડ્યું છે. આબુમાં તાપમાન 3 ડિગ્રી પહોંચ્યું છે તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે.
2/3

સુસવાટા મારતા પવન સાથે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. આ દિવસોમાં રાજ્યવાસીઓને વધુ ઠંડી સહન કરવી પડશે. રાજ્યના ઠંડીના પ્રકોપમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. મોટા ભાગના જિલ્લાઓમાં શીત લહેરની આગાહી કરવામાં આવી છે.
Published at : 27 Jan 2019 10:35 AM (IST)
View More





















