આ અંગે કુલપતિ એમ.એન.પટેલનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે આવું તો યુનિ.માં ચાલ્યા કરે. મને ખબર નથી. પરંતુ મારા સુધી વાત પહોંચી હતી. જેથી આ વાત આગળ વધે તે પહેલાં મેં આ અધિકારીની બદલી કરી નાખી હતી. તેમને એવી રૂમ આપવામાં આવી છે કે જે ખુલ્લી હોય, બંધ ન હોય.
2/4
જે તે વખતે આ ઘટના થોડા સમય માટે દબાઈ ગઈ હતી. પરંતુ બીજા દિવસથી વાત ચર્ચાવા લાગી હતી. છેલ્લે આ વાત કુલપતિ સુધી પહોંચી હતી. તેમણે તપાસ કરાવતા અને સચ્ચાઈ લાગતા આ અધિકારીની બદલી કરી નાખી હતી. આ અધિકારી અગાઉ પરીક્ષા વિભાગમાં ફરજ બજાવી ગયા હોવાનું કર્મચારી વર્તુળમાં ચર્ચાય છે. જો કે સત્તાવાર રીતે કુલપતિએ આવી ઘટના બન્યાનો આંશિક સ્વીકાર કર્યો હતો.
3/4
બીજી તરફ તાળાં લાગી ગયા હોવાની ઘટનાથી બેખબર એક અધિકારી અને મહિલા અંદર પૂરાઈ ગયા હતા. આ બંને ઓફિસમાં પ્રેમાલાપમાં ગળાડૂબ થઈ ગયા હતા તેના કારણે સમયનું કોઈ ભાન રહ્યું નહીં અને દરવાજે તાળાં લાગી ગયા. જેથી બંને ગભરાયા હતા. અંતે કોઈને ફોન કરીને તાળાં મારી દીધા હોવાની જાણ કરી હતી. જેથી મદદગારે આવીને તાળાં ખોલાવ્યા હતા ત્યારે આ અધિકારી અને મહિલા બહાર આવી શક્યા હતા.
4/4
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દિવસે ને દિવસે પોતાનું માનભર્યું સ્થાન ગુમાવી રહ્યી છે, ક્યારેક છબરડાં તો ક્યારેક કોપીકેસ, ઉપરાંત ભ્રષ્ટાચારના કારણે તેની પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે યૂનિવર્સિટીની પ્રતિષ્ઠા વધવાને બદલે ઘટે તેવી વધુ એક ઘટના નોંધાઈ છે. યુનિવર્સિટીમાં એક અધિકારી મહિલા સાથે રંગરેલિયા મનાવતા ઓફિસમાં અંદર પૂરાઈ ગયા હતા. બાદમાં કોઈને ફોન કરી તાળું ખોલાવતા બહાર આવી શક્યા હતા. કર્મચારીઓમાં આ પ્રેમાલાપની ઘટનાની જોરશોરથી ચર્ચા ચાલી છે. સમગ્ર ઘટના અંગે સાંભળવા મળતી અને ચર્ચાતી વિગતો એવી છે કે ગત સપ્તાહમાં કામકાજના કલાકો પૂરા થતા બધા કર્મચારીઓ જતા રહ્યાં હોવાનું માનીને સિક્યોરિટીએ યુનિ.ના દરવાજાને તાળાં મારી દીધા હતા.