પરિણામે સત્તાધારી જૂથ માટે કમિટી રચના પૂર્ણ કર્યાનો આનંદ મનાવવો કે સભ્યોના રાજીનામાંને પગલે દુઃખ અનુભવવુ તેવી દ્વિધાયુક્ત સ્થિતિ સર્જાઇ છે. જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહીડાનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે કોઈ સભ્યોએ રાજીનામાં આપ્યા નથી કે કોઈ સભ્યોના રાજીનામાં મળ્યા નથી તેમ તેઓએ જણાવ્યુ હતું.
2/5
જોકે રાજીનામાંને સત્તાવાર સમર્થન મળતું નથી અને નારાજ સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતાં સંપર્ક થઈ શક્યો નહતો. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં મલાઈદાર કમિટીઓની વહેંચણીમાં વિશાળ સભ્યજૂથોની નારાજગી વ્હોરીને પોતાના માનીતા અને મળતીયાઓને સત્તાનું સુકાન સોંપાતા અન્ય સભ્યોમાં તીવ્ર નારાજગી સામે આવી છે.
3/5
આણંદ જિલ્લા પંચાયતની કમિટીઓની રચનામ કેટલાંક સિનીયર સભ્યોની બાદબાકી કરાતા સભ્યો લાલઘુમ થઈ ગયા હતાં. જેમાં પ્રમુખપદના પ્રબળ દાવેદાર અને પાટીદાર સમાજના મહિલા અગ્રણી વિજ્ઞાત્રીબેન પટેલ, ગૌરાંગ પટેલનો મલાઇદાર કમિટીઓમાંથી છેદ ઉડાળાતા તીવ્ર નારાજગી જોવા મળી હતી. જેને લઈને નારાજ વિજ્ઞાત્રીબેન પટેલ, ગૌરાંગ પટેલ, રાજુભાઇ પટેલ અને શીતલબેન મહીડાએ રાજીનામાં ધરી દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
4/5
આણંદ: આણંદ જિલ્લા પંચાયતમાં શુક્રવારે સામાન્ય સભા મળી હતી. જેમાં કોંગ્રેસ શાસિત આણંદ જિલ્લા પંચાયતની કમિટીઓની રચના કરવામાં આવી હતી. જેમાં કમિટીઓને લઈને સભ્યોમાં વ્યાપક અસંતોષ જોવા મળ્યો હતો. જેના કારણે ચાર સભ્યોએ બળવો કરીને રાજીનામાં ધરી દીધા હતાં.
5/5
પૂર્વ ઉપપ્રમુખ વિજ્ઞાત્રીબેન પટેલ, ગૌરાંગ પટેલ, રાજુભાઇ પટેલ અને શીતલબેન મહીડાએ આખરે બંડ પોકારીને સાગમટે રાજીનામાં ધરી દઇ ભારોભાર નારાજગી વ્યક્ત કરતાં જિલ્લા પંચાયતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.