Vastu Tips For Home: પડદાના રંગ વાસ્તુના આ નિયમ મુજબ કરો પસંદ, શાંતિની અનુભૂતિ સાથે સુખ સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
જો ઘરમાં ડ્રોઈંગ રૂમ કે મહેમાનો માટે અલગ રૂમ હોય તો ત્યાં બ્રાઉન કે ક્રીમ રંગના પડદાનો ઉપયોગ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
Vastu Tips For Home Curtain: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં સકારાત્મક કે નકારાત્મક ઉર્જા હોય છે. તેની અસર ઘરમાં રહેતા સભ્યો પર પણ પડે છે. ઘરમાં લગાવેલા પડદા ઘરની સુંદરતામાં વધારો કરે છે અને ઘરને સૂર્યપ્રકાશ અને ધૂળથી પણ બચાવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના પડદાને લગતા કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. પડદા સંબંધિત વાસ્તુના આ નિયમોનું પાલન ન કરવાથી પણ નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે ઘરના કયા રૂમમાં કયા પ્રકારના પડદા લગાવવા જોઈએ.
ડ્રોઇંગ રૂમનો પડદો
જો ઘરમાં ડ્રોઈંગ રૂમ કે મહેમાનો માટે અલગ રૂમ હોય તો ત્યાં બ્રાઉન કે ક્રીમ રંગના પડદાનો ઉપયોગ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ઘરના મોભીનો રૂમ
ઘરના બેડરૂમ બારી-દરવાજા પર વાદળી, ભૂરા કે કેસરી રંગના પડદા લગાવવા જોઈએ, તેનાથી ઘરના વડાનું સ્વાસ્થ્ય સારું રહે છે અને આખા ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આ રંગની અસરથી ઘરના સભ્યોમાં પ્રગતિ થાય છે.
બેડરૂમનો પડદો
જો તમે નવા પરણેલા હોવ તો પડદાના રંગની પસંદગી પર વિશેષ ધ્યાન આપો. પતિ-પત્નીએ પોતાના રૂમમાં લાલ, જાંબલી કે ગુલાબી રંગના પડદા લગાવવા જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં નવી ઉર્જા આવે છે. આ ઉપરાંત પતિ-પત્ની વચ્ચે રોમાંસ વધે છે.
સ્ટડી રૂમનો પડદો
બાળકોના અભ્યાસ ખંડમાં લીલા, વાદળી અથવા ગુલાબી પડદા લગાવો. આ રંગો શાંતિ અને સ્વાસ્થ્યના સૂચક માનવામાં આવે છે. જો સ્ટડી રૂમ હોય તો તેમાં લીલો પડદો લગાવવાથી બાળકોની એકાગ્રતા વધે છે અને તેઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.
પૂજા ઘરમાં કેવો રંગના રાખશો પડદા
ઘરનું સૌથી પવિત્ર સ્થાન પૂજાનું ઘર છે. આ રૂમમાં પડદા હંમેશા ઓરેંજ આછો પીળો હોવો જોઈએ.આ બંને રંગો શુદ્ધતાના પ્રતિક માનવામાં આવે છે. આ રંગના પડદા લગાવવાથી આખા ઘરમાં પુણ્યનું વાતાવરણ જળવાઈ રહે છે.
ઘરની શાંતિ માટે પડદાનો રંગ
જો તમારા ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય અથવા તેઓ એકબીજા સાથે ન મળતા હોય તો તમારે તમારા ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગના પડદા લગાવવા જોઈએ. તેનાથી તમારા પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે અને પરસ્પર સંબંધો પણ મજબૂત બનશે. જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી તો તમારા ઘરની ઉત્તર દિશામાં વાદળી રંગનો પડદો લગાવો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો